અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની તૈયારી શરૂ કરી દીધી છે અને એની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ધરે ધરે અક્ષત ચોખા શુકન રૂપે આપવાના છે જે અંતર્ગત ગઈકાલે અયોધ્યા ખાતે કળશનું પુજન વિધી વિધાન સાથે કરવામાં આવ્યો હતો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શ્રી રામ લલા પ્રાણ પ્રતિષ્ઠા માટે નૂતન મંદિરમાં પૂજા અક્ષત કળશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
2024ના જાન્યુઆરી મહિનાની 21, 22 અને 23 તારીખે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જે અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 1 થી 15 જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં VHP દ્વારા દરેક પરિવાર ઘરે જઈ શુકન રૂપે ભગવાન શ્રી રામચંદ્રજીનો ફોટો અને ચોખા આપી આ શુભ કાર્યનો પ્રચાર કરશે. જેમાં ગુજરાતમાં રાજકોટ સહિત એક કરોડ રામચંદ્રજીના ફોટા અને શુકનરૂપે અક્ષત ચોખા આપવામાં આવશે. તેમ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અશોક રાવલે જણાવ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નજીક આવી રહ્યો છે ત્યારે VHP દ્વારા આ અંગેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ મહોત્સવ સમગ્ર વિશ્વના લોકોને યાદ રહી જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત 1 થી 15 જાન્યુ. દરમિયાન VHP દ્વારા દરેક પરિવારના ઘરે ઘરે જઇ અને સંપર્ક કરી શુકન રૂપે ભગવાન શ્રી રામનો ફોટો અને ચોખા અર્પણ કરશે.
જેમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના 19 હજાર ગામડાઓ અને મુખ્ય શહેરોમાં VHP, બજરંગ દળ અને અન્ય ભગિની સંસ્થાઓ દ્વારા આ શુભ કરી કરવામાં આવશે.આ ઉપરાંત VHP દ્વારા જે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવનાર છે અને શુકન રૂપે ભગવાન શ્રી રામચંદ્રજીનો ફોટો ઘરે ઘરે પહોંચાડવાનો ભગીરથ કાર્ય કરવાનો છે તેના ફોટા લેવા માટે ગઇકાલે બોટાદ અને કચ્છથી વિહિપના બે કાર્યકરો અયોધ્યા ખાતે રવાના થાય છે. અને ત્યાંથી ફોટા લઈ જાન્યુઆરીના પહેલા વીકમાં આ ફોટાનું વિતરણ રાજકોટ સહિત સમગ્ર દેશમાં કરવામાં આવશે.