જગતની એકપણ ગાયનું શરીર કે તેનું પાચનતંત્ર મકાઈ કે કૃત્રિમચારા માટે યોગ્ય નથી નથી ને નથી જ. વધુ પડતો સ્ટાર્ચ, કેલ્શિયમ અને મેગ્નેશિયમનો નબળો સ્ત્રોત છે. તે ગાયના પેટને અસ્વસ્થ બનાવે છે. તેને અકુદરતી રીતે વધુ એસિડિક બનાવે છે, જે ઇ-કોલી બેક્ટેરિયા સહિત રોગજન્ય પેરેસાઇટને જન્માવે છે. આવા ઈન્જેકશન આપેલા ઢોરોનું દૂધ બાળકોમાં અનિયમિત હોર્મોનલ ગ્રોથનું કારણ બને છે.
તથાકથિત હલકટ સ્થાપિત હિત ધરાવતા વિજ્ઞાનિકોએ ઢોરના શરીરની સાઈઝમાં નોંધ પાત્ર વધારો કરવા માટેના રસાયણો શોધી કાઢ્યા છે. મનુષ્ય સિવાય કોઈ સજીવ અન્ય પ્રાણીનું દૂધ પીતા નથી.
ખાંડ (૫૦૦ BCમાં સૌ પ્રથમ શેરડીના રસમાંથી બનાવવામાં આવી) ખોરાકમાંથી ખાંડ અને મોમાં ભાંગતા સ્ટાર્ચ દાંતમાં સડો થવામા ફાળો આપી શકે છે.
મોમાં રહેલા બેક્ટેરિયા ખાંડને આથી નાખે છે અને આ પ્રક્રિયાથી એક એસિડ ઉતપન્ન થાય છે જે દાંતના એનામલનો ક્ષય કરે છે.જે દાંત ખવાય જવાનું કારણ બને છે,અથવા દાંતમાં સડો થઈ જાય છે.જો કે,ખોરાક મોમાં કેટલો સમય રહે છે તેના ઉપર ઘણો આધાર રાખે છે.(દા.ત. ચા પીધા પછી કોગળાના કરવા) ફળોના રસમાં લેવામાં આવતી ખાંડ જલ્દી મોંમાંથી જતી રહે છે પરંતુ પેસ્ટ્રીમાં આવતી ખાંડ લાંબો સમય મોમાં રહે છે.
વધુ પડતી ખાંડનો વપરાશ શરીરના વજન વધારવામાં મહત્વનો ફાળો આપે છે. ઠંડાપીણા બહુ જલદી બ્લડ સુગરમાં વધારો કરે છે, જે થકાનનો એહસાસ આપે છે અને ભૂખ વધારે છે અને બિલકુલ પોષણયુક્ત નથી હોતા,પરંતુ સ્ત્રી પુરુષ બંનેના વજન વધારો જરૂર કરે છે. કૃત્રિમ સુક્રોઝ, ખાંડ અને હાઇ ફ્રુક્ટોઝ મકાઈ સીરપ વધુ રોગ પેદા કરી શકે છે અને તેની આદત સિગારેટ અને દારૂ જેવીજ થઈ જાય છે. અત્યારના ગ્રોસરીસ્ટોરમાં જેટલા ઉત્પાદનો મળે છે. એમાંનાં લગભગ ૮૦% ટકામાં આવી પ્રકારની ખાંડ ઉમેરાયેલ હોય છે. માનવ મગજ ઉપર ખાંડની આદત કોકેઇન,આલ્કોહોલ અને નિકોટીન જેટલીજ મજબૂત થઈ જાય છે. વધુ માત્રામા રીફાઈન્ડ ખાંડનું સેવન કરવાથી શરીરની ક્રિયાને પોષક તત્વો ખાસ કરીને, વિટામિન બી, ક્રોમિયમ, મેગ્નેશિયમ અને ઝીંક કે જે ગ્લુકોઝને ઉર્જામાં પરિવર્તિત કરે છે, એનો વધારાનો બોજ આવે છે.
ખાંડના કારણે સ્વાસ્થ્યને થતું નુકશાન
ખાંડ થી બ્રેસ્ટ,ઓવરી,પ્રોસ્ટેટ અને ગુદાદ્વારનું કેન્સર થવાની શક્યતા વધે.
ખાંડ થી આંખનું વિઝન ઓછું થાય.
ખાંડ બાળકોમાં એડ્રેનાલીનનું લેવલ ઝડપથી વધારવાનું કારણ બની શકે છે. (એડ્રેનાલીનનું લેવલ વધવાથી, ખીલ, માથાના વાળ ખરવા, મસલ્સ માસ વધે, ઊંચાઈ વધવામાં રૂકાવટ વિગેરે સમસ્યા થાય)
ખાંડ થી અકાળે વૃદ્ધત્વ આવી શકે.
ખાંડ થી સ્થૂળતા આવી શકે.
ખાંડ થી સંધિવા થઈ શકે.
ખાંડ થી સર્પશિરા(વેરિકોસ વેઇન) થઈ શકે.
ખાંડ થી મલ્ટીપલ સ્લેરોસિસ (રોગ પ્રતિકારક શક્તિ ચેતાતંત્રના રક્ષણાત્મક આવરણને ખતમ કરે) થઈ શકે.
ખાંડ થી કોલેસ્ટેરોલ વધી શકે.
ખાંડ થી મધુપ્રમેહ થઈ શકે.
ખાંડ થી આંખમાં મોતિયો આવી શકે.
ખાંડ પેનક્રિયાસને નુકશાન કરી શકે.
ખાંડ થી ત્વચા ઉપર કરચલીઓ વહેલી આવી શકે.
ખાંડ થી માથાનો દુઃખાવો, માઇગ્રેન થઈ શકે.
ખાંડએ રોગોનું પ્રવેશદ્વાર છે. શેરડીનો રસમાં ભરપૂર ખનીજ હોય છે. જે કાર્બોહઇડ્રેટસ પચાવવા માટે જરૂરી છે. સીઝન દરમ્યાન શેરડીનો રસ પીવો સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે.