જસદણ નગરપાલિકાની આગામી ચૂંટણી અંગે અધિકારી અને મદદનીશ અધિકારીની નિમણુંક કરતું રાજ્ય ચૂંટણી આયોગ
Share
SHARE
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી લાંબા સમય બાદ થવાની હોવાથી સંભવિત મુરતિયાઓ ‘સેવા’ ના બેનર હેઠળ વિવિધ કામમાં લાગી ગયાં છે અઠવાડિયા પહેલા તંત્રએ પણ ચુંટણી યોજાવા જઈ રહી છે તે અનુસંધાને સિમાંકન પણ જાહેર કરી દીધું છે ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ એ જસદણ નગરપાલિકાની ચૂંટણી અંગે અધિકારી તરીકે પ્રાંત અધિકારી અને મદદનીશ અધિકારી તરીકે મામલતદારની નિમણુંક કરી હતી જસદણ નગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો ઇસ્વીસન ૧૯૯૫ માં નગરપાલિકા અસ્તિત્વમાં આવી દરમિયાન અત્યાર સુધી અપવાદ બાદ કરતાં મોટે ભાગે શાસન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે
થોડા મહિનાઓથી વહીવટદારનું શાસન રહ્યું છે ત્યારે હાલ ચૂંટણીના પગરવ સંભળાતા હવે મુરતિયાઓમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે આ અંગે જસદણ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં જસદણ શહેરનો વિકાસ મોટાં પ્રમાણમાં થયો છે સ્વભાવિક છે કે ક્યાંક ત્રુટિ હોય પણ જસદણ શહેરના તમામ સાતેય વૉર્ડ વિસ્તારમાં જરૂરી એવાં કામો થયાં જ છે જેથી નગરજનોને રાહત છે. જસદણ નગરપાલિકાની ચૂંટણી રાજ્યના કેટલાંક શહેરો સાથે ડિસેમ્બરમાં થાય તેવી શક્યતા છે.