પેટા/ દેશના 7 શહેરોમાં “ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન”નું લોન્ચિંગ કરવામાં આવશે.
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી તોખાન શાહુની ઉપસ્થિતિમાં રાજકોટ, વડોદરા, કોઇમ્બતુર, ઉદયપુર સહિતના ૦૭(સાત) શહેરોમાં “ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન”નું લોન્ચિંગ કરવામાં આવનાર છે. ત્યારે દિલ્હી ખાતે આયોજિત વર્કશોપમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણી, કોર્પોરેટર ડૉ.રાજેશ્રીબેન ડોડીયા, વર્ષાબેન રાણપરા ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, સાતત્યપૂર્ણ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ ઈકલી સાઉથ એશિયા સાથે ભાગીદારી (MOU) કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પાર્ટનરો; જેમ કે, ઈકલી અને SDCની મદદથી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર અનેક પ્રોજેક્ટમાં સાતત્યપૂર્ણ પહેલ કરવામાં રાષ્ટ્રીય નેતૃત્વ કરતું રહ્યું છે. ઈકલી સાઉથ એશિયા દ્વારા આ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકામાં એક રિસોર્સ પર્સન પણ ફાળવવામાં આવેલ છે.રાજકોટ મહાનગરપાલિકા અને ઈકલી સાઉથ એશિયા દ્વારા સતત ક્રિટિકલ અર્બન સેક્ટર્સ જેવા કે, પર્યાવરણ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એર ક્વોલિટી, વોટર સપ્લાય તથા ડ્રેનેજ મેનેજમેન્ટ માટે નેટ ઝીરો ટાર્ગેટ પર કામ કરવામાં આવી રહેલ છે. પ્રોજેકટ થકી રાજકોટ શહેર માટે ક્લાઈમેટ રેસિલિયન્સની દિશામાં વિવિધ પગલા લેવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેર માટે “ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન” બનાવેલ છે.આ વર્કશોપમાં દેશના ૦૭(સાત) શહેર જેમાં, ગુજરાત રાજ્યના રાજકોટ અને વડોદરા, તમિલનાડુ રાજ્યના ૩ શહેર, રાજસ્થાન રાજ્યના ઉદયપુર શહેર તથા પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી સિલીગુરી શહેર એમ કુલ-૭ શહેરના “ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન”નું ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માન.મંત્રી શ્રી તોખાન શાહુની ઉપસ્થિતિમાં રાજકોટ, કોઇમ્બતુર, ઉદયપુર સહિતના ૦7 શહેરો “ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન”નું લોન્ચિંગ કરવામાં આવનાર છે.