જ્યોર્જિયાની રાજધાની તિબિલિસીમાં ભારતીય દૂતાવાસે ગુડૌરીમાં અગિયાર ભારતીય નાગરિકોના કમનસીબ મૃત્યુ વિશે જાણવા પર શોક વ્યક્ત કર્યો છે.
જ્યોર્જિયાથી ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યોર્જિયાના ગુદૌરી સ્થિત એક હિલ રિસોર્ટમાં અત્યાર સુધીમાં 10થી વધુ ભારતીય નાગરિકોના મોત થયા છે. પૂર્વ સોવિયત દેશમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પ્રાથમિક અહેવાલો અનુસાર, 11 ભારતીય લોકોના મોત કાર્બન મોનોક્સાઇડ ગેસના કારણે થયા હોઈ શકે છે.
જ્યોર્જિયાની રાજધાની તિબિલિસીમાં ભારતીય દૂતાવાસે ગુડૌરીમાં અગિયાર ભારતીય નાગરિકોના કમનસીબ મૃત્યુ વિશે જાણવા પર શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું, “દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યું છે જેથી કરીને મૃતદેહોને જલદી પરત મોકલી શકાય. જ્યોર્જિયામાં ભારતીય દૂતાવાસે 16 ડિસેમ્બરના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે શોકગ્રસ્ત પરિવારો સાથે પણ સંપર્કમાં છીએ. શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.
જ્યોર્જિયાના ગુદૌરીના હિલ રિસોર્ટમાં કુલ 12 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી 11 ભારતીય હતા. માહિતી અનુસાર, જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રાલય દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે કે પીડિતોમાંથી કોઈ પર હિંસા કે શારીરિક ઈજાના કોઈ નિશાન નથી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે.