- ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
- મુંબઈના વાનખેડેમાં રમાઈ રહી છે મેચ
- રોહિત શર્માએ આજના દિવસે ફટકારી હતી બેવળી સદી
ટીમ ઈન્ડિયા અત્યારે વર્લ્ડકપ અભિયાનમાં વ્યસ્ત છે. આ વખતે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતે તેની અત્યાર સુધીની તમામ 6 મેચ જીતી છે અને સાતમી મેચ આજે શ્રીલંકા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનું હોમ ગ્રાઉન્ડ છે અને આજે રોહિત શર્મા તેના હોમ ગ્રાઉન્ડ પર પહેલીવાર વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે રમવા જઈ રહ્યો છે. જેથી આજનો દિવસ રોહિત માટે ખૂબ જ ખાસ છે.
10 વર્ષ પહેલાં ફટકારી હતી બેવળી સદી
રોહિત શર્મા મટે 2 નવેમ્બરે એટલે આજનો દિવસ ખાસ છે. કારણ કે, આજથી 10 વર્ષ પહેલાં એટલે 2 નવેમ્બર 2013ના રોજ રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેંગાલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પોતાના કરિયરની પ્રથમ બેવળી સદી ફટકારી હતી. રોહિતે 158 બોલમાં 16 સિક્સની મદદથી 209 રનની ઈનિંગ રમી બહતી. તે સમયે રોહિત તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગ બેવળી સદી ફટકારનારો દુનિયામનો ત્રીજો બેટ્સમેન બન્યો હતો.
રોહિતે ઓસ્ટ્રેલિયાને પરેશાન કર્યું હતું
રોહિત બાદ વિશ્વના ઘણા ખેલાડીઓએ બેવડી સદી ફટકારી, પરંતુ આખી દુનિયામાં એક જ ખેલાડી એવો છે જેણે પોતાના કરિયરમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. આ ખેલાડીનું નામ રોહિત શર્મા છે. ઓસ્ટ્રેલિયા સામેની તે દ્વિપક્ષીય સીરિઝ ખૂબ જ રોમાંચક હતી અને ટીમ ઈન્ડિયા બેંગાલુરુમાં સીરિઝની નિર્ણાયક મેચ રમી રહી હતી. આ મેચમાં રોહિતે વિસ્ફોટક ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને ચોંકાવી દીધું હતું. કારણ કે, વનડે ક્રિકેટમાં તેની સામે આટલી મોટી ઈનિંગ ક્યારેય કોઈ ખેલાડીએ રમી નહતી. આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 383 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે તે મેચ 57 રનથી હારી હતી.
રોહિત પાસે ફરી કમાલ કરવાની તક
હવે 10 વર્ષ બાદ આ જ દિવસે રોહિત શર્મા પોતાના હોમ ગ્રાઉન્ડ એટલે કે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કેપ્ટન તરીકે શ્રીલંકાનો સામનો કરવા જઈ રહ્યો છે. આ વર્લ્ડકપમાં રોહિત શર્માનું ફોર્મ પણ જબરદસ્ત રહ્યું છે. જેથી રોહિતના ફેન્સને આશા છે કે, રોહિત આજનો દિવસ ફરી ખાસ બનાવશે.