- હિલપાર્ક ચોકડી પાસે પાણીના ખાડામાં 2 ડૂબ્યા
- બન્ને બાળકો પાણીના ખાડામાં પડ્યા હતા નાહવા
- 1 બાળકનું ડૂબતા મોત, 1 ને હોસ્પિટલમાં મોત થયું
ભાવનગર શહેરના હિલપાર્ક ચોકડી પાસે પાણીના ખાડામાં નાહવા પડેલા બે બાળકો ડૂબ્યા જેમાં બંને સગીરનું મોત નીપજ્યું છે. હીલપાર્ક થી અધેવાડા તરફ જવાના રોડ પર આવેલા પાણીના ખાડામાં બે સગીર યુવકો નાહવા પડ્યા હતા. બંને સગીરો ડૂબી જતાં તેમનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
નોંધનીય છે, નાહવા પડેલા 17 વર્ષ ના શિવમ જગદીશભાઈ મોરબીયાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે સતીશ ઠાકરશીભાઈ ગોહીલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ ના પગલે કાળીયાબીડ અને સ્વસ્તિક પાર્ક વિસ્તાર માં શોકનું વાતાવરણ છવાયું છે.
હાલ બંનેના મૃતદેહો ને સિવિલ હોસ્પિટલ ના પી.એમ.રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે. હીલપાર્ક થી અધેવાડા તરફ જવાના રોડ પર આવેલા પાણીના ખાડામાં બે બાળકો નાહવા પડ્યા હતા. જે બંને બાળકો અચાનક જ પાણીમાં ડૂબવા લાગતા સ્થાનિકો એ બચાવવા કોશિશ કરી હતી.
આ પછી ફાયર 108 સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. બંને બાળકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા જેમાં 17 વર્ષના સગીર શિવમ જગદીશભાઈ મોરબીયાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક સગીર ને ગંભીર હાલતમાં ભાવનગર ની સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને ના મૃતદેહો ને સિવિલ હોસ્પિટલ ના પી.એમ.રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા.