દિલ્હી પોલીસે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ધમકીભર્યો મેલ મોકલનાર આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા યુવકની ઓળખ 21 વર્ષીય જીગ્નેશસિંહ પરમાર તરીકે થઈ છે, જે ગુજરાતનો રહેવાસી અને એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે.
તમને જણાવી દઈએ કે ગૌતમ ગંભીરને થોડા દિવસ પહેલા મેઇલ પર ધમકી મળી હતી. પરંતુ પોલીસે ધમકી આપનાર વ્યક્તિ પર કડક કાર્યવાહી કરી છે.
તપાસમાં લાગી પોલીસ
સેન્ટ્રલ દિલ્હી પોલીસની ટીમે જિગ્નેશ સિંહ પરમારને કસ્ટડીમાં લીધો અને પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન, તેના પરિવારે કહ્યું કે તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો હતો.
પોલીસ હવે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આરોપીએ આ મેલ કેમ મોકલ્યો અને તેની પાછળ કોઈ અન્ય કારણ કે વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ સમગ્ર મામલા પર નજર રાખી રહી છે.
નોંધાવવામાં આવી હતી ફરિયાદ
ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તેમને બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો હતો અને FIR માટે ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી અને પોતાના પરિવાર માટે સુરક્ષાની માગ કરી હતી. પરંતુ હવે પોલીસે ગંભીરની ફરિયાદને ગંભીરતાથી લીધી છે અને મોટી સફળતા મેળવી છે.
ગંભીરને બે ધમકીભર્યા મળ્યા મેલ
રિપોર્ટ મુજબ 22 એપ્રિલના રોજ ગંભીરને કથિત રીતે બે ધમકીભર્યા ઇમેઈલ મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન, એક ઈમેલ બપોરે આવ્યો અને બીજો સાંજે આવ્યો. બંને પર “હું તને મારી નાખીશ” એવો મેસેજ લખેલો હતો. આ પહેલી વાર નથી જ્યારે ગંભીરને આવી ધમકીઓનો સામનો કરવો પડ્યો હોય. અગાઉ નવેમ્બર 2021 માં, સાંસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમને આવો જ એક ઈમેલ મળ્યો હતો.