- સ્ટાઈ આંખની પાંપણ પરની એક દર્દનાક લાલ ગાંઠ છે
- ચોમાસામાં ભેજના કારણે આંખના સૂકાઈ જવાની સમસ્યા વધે છે
- કોન્ટેક્ટ લેન્સ પહેરનારાને આ સમસ્યાઓ વધી શકે છે
ચોમાસાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે આ સમયે પાણીના કારણે લોકોને આંખની સમસ્યાઓમાં વધારે થઈ રહ્યો છે. આ સીઝનમાં આંખમાં વિવિધ પ્રકારના ઈન્ફેક્શન થાય છે. તો જાણો કયા લક્ષણો દેખાતા જ તમારે સચેત થવાની કે પછી ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે.
કંજક્ટિવાઈટિસ
કંજક્ટિવાઈટિસ એટલે કે આંખો લાલ થવી. આ સૌથી સામાન્ય સમસ્યા છે. તે વાયરસ, બેક્ટેરિયા કે એલર્જીના કારણે થઈ શકે છે. તેના લક્ષણોની વાત કરીએ તો આંખમાં પાણી આવે, આંખો લાલ થાય કે ખંજવાળ આવે તેવી સમસ્યાઓ વધે છે.
સ્ટાઈ
સ્ટાઈ આંખની પાંપણ પરની એક દર્દનાક લાલ ગાંઠ છે. તે તેલ ગ્રંથિઓના બેક્ટેરિયલ સંક્રમણના કારણે થાય છે. તેમાં સામાન્ય રીતે થોડા દિવસમાં આરામ મળી શકે છે. દર્દથી રાહત મેળવવા માટે તમે ગરમ પાણીનો શેક કરી શકો છો. આ સિવાય ડોક્ટરની સલાહ અનુસાર આઈ ડ્રોપનો ઉપયોગ કરી શકો છો.
ડ્રાય આઈ
આ સંપૂર્ણ રીતે સંક્રમણ નથી પણ ચોમાસામાં વધતા ભેજના કારણે આંખના સૂકાઈ જવાના લક્ષણો પણ જોવા મળી શકે છે. કેમકે ભેજ આંસૂમાં ખલેલ લાવી શકે છે. તેનાથી આંખ પર પાણીનું પડ બને છે જે જલ્દી વાષ્પિભવન થઈ જાય છે. તેનાથી આંખ સૂકાઈ જાય તેવું બને છે.
ફંગલ કેરાટાઈટિસ
આ કોર્નિયાનું સંક્રમણ છે. તે ફંગસના કારણે થાય છે. તેના પરિણામે દર્દ, લાલાશ કે ધૂંધળી દૃષ્ટિ, પ્રકાશને લઈને સંવેદનશીલતા કે સ્ત્રાવ વધે છે. કોન્ટેક્ટ લેન્સ પહેરનારા વિશેષ રીતે વધારે સંવેદનશીલ રહે છે.
કોર્નિયલ અલ્સર
કોર્નિયલ અલ્સર એ કોર્નિયા પર જખમ છે. આ ચેપ, ઈજા અથવા સૂકી આંખોને કારણે હોઈ શકે છે. લક્ષણોમાં આંખનો દુઃખાવો, અસ્પષ્ટ દ્રષ્ટિ, લાલાશ અને પ્રકાશની સંવેદનશીલતાનો સમાવેશ થાય છે.
આ બાબતો ધ્યાનમાં રાખો
જો તમને ગંભીર આંખનો ચેપ હોય, જેમ કે તીવ્ર દુખાવો, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા, અસ્પષ્ટ અથવા ઓછી દ્રષ્ટિ, અથવા જાડા અથવા રંગીન સ્રાવ, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. આ સાથે આંખોને વારંવાર હાથ ન લગાડો, હાથ સાફ રાખો, આંખોની નિયમિત તપાસ કરાવો.