- ફેફસામાં જામી શકે છે લોહીના ગટ્ઠા
- નિમોનિયાને કારણે પણ શ્વાસ લેવામાં થઈ શકે છે મુશ્કેલી
- લંગ્સમાં ઈન્ફ્લેમેશનના કારણે પણ થાય છે છાતીમાં દર્દ
ક્યારેક ક્યારેક છાતીમાં દર્દ થવું તે સામાન્ય વાત છે પણ અનેક લોકોને ગેસ બનવાની સમસ્યા રહે છે. તેને હાર્ટ એટેકના સંકેત પણ માનવામાં આવે છે. પણ આ સમસ્યા ફેફસાની સાથે જોડાયેલી હોઈ શકે છે. છાતીમાં દર્દ થાય તો તરત જ ડોક્ટરને બતાવી લેવું જરૂરી છે. તેની પાછળ ફેફસાની કેટલીક ખાસ બીમારીઓ કારણ હોઈ શકે છે.
નિમોનિયા
આ વર્ષે નિમોનિયાથી લાખો લોકો પીડાયા છે. આ એક ખતરનાક ઈન્ફેક્શન છે, તેના કારણે શ્વાસ લેવાની સાથે જ છાતીમાં દર્દ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર ખાંસી કે શ્વાસ લેવામાં દર્દ વધી શકે છે.
ફેફસામાં જામી શકે છે લોહીના ગટ્ઠા
છાતીમાં દર્દનું કારણ પલ્મોનરી એમ્બોલિઝમ પણ હોઈ શકે છે. આ બીમારીમાં ફેફસાની આર્ટરીમાં લોહીના ગટ્ઠા જામે છે. તેના કારણે ટિશ્યૂને પહોંચાડતા બ્લડ ફ્લો અટકી શકે છે.
ફેફસા બેસી જવા
આ સમસ્યાને કોલેપ્સ્ડ લંગ્સ પણ કહેવામાં આવે છે જે અચાનક શરૂ થાય છે. આ બીમારીમાં ફેફસા અને પાંસળીની વચ્ચે હવા લીક થવા લાગે છે. તેના કારણે દર્દની સાથે શ્વાસ ચઢવાની સમસ્યા પણ થાય છે.
લંગ્સમાં ઈન્ફ્લામેશન થવું
અનેક બેક્ટેરિયા અને વાયરસ ફેફસામાં ઈન્ફેક્શન જન્માવે છે. ધીરે ધીરે તેના કારણે લંગ્સ મેંબ્રેનમાં ઈન્ફ્લામેશન આવવા લાગે છે અને શ્વાસ લેવાની કે ખાંસી થવાની સાથે છાતીમાં દર્દની સમસ્યા થઈ શકે છે.
ફેફસામાં હાઈ બ્લડપ્રેશર
હાઈ બ્લડપ્રેશર દિલ અને દિમાગની સાથે ફેફસાને પ્રભાવિત કરે છે. જ્યારે તે નોર્મલ લેવલથી ઉપર જાય છે તો છાતીમાં દર્દ થઈ શકે છે. આ સમસ્યાને પલ્મોનરી હાઈપરટેન્શન કહેવામાં આવે છે.
ફેફસાને આ રીતે રાખો હેલ્ધી
જો તમારા ફેફસાને હેલ્ધી રાખવા ઈચ્છો છો તો એન્ટીઓક્સીડન્ટ્સ અને એન્ટી ઈન્ફ્લામેટરી ફૂડ્સનું સેવન કરો. તે તમારા લંગ્સને હેલ્ધી અને સાફ રાખે છે. બેરીઝ, ગ્રીન ટી, હળદર, આદુ જેવા ફૂડ્સ તેનું ઉદાહરણ છે.