મહાસતીની નિશ્રામાં નમસ્કાર મહામંત્રની સામૂહિક સાધનામાં બહોળી સંખ્યામાં બહેનો સ્વયંભુ ઉપસ્થિત રહ્યા
તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. હૈયું હચમચાવી નાખે તેવી આ ઘટના થી દરેક લોકો પીડા અનુભવે છે. કોઈપણ આફત કે દુર્ઘટનામાં એકબીજાને મદદ કરવી એ રાજકોટના લોકોનો સ્વભાવ રહ્યો છે પરંતુ અહીં જ્યાં માનવીનું અસ્તિત્વજ ન બચ્યું હોય ત્યાં કોને મદદ કરવી? દરેક આફત વખતે હર હંમેશ ખડે પગે રહેતી જૈન વિઝન સંસ્થા આ વખતે પણ આગળ આવી છે અને મિલન કોઠારીના માર્ગદર્શન હેઠળ જૈન વિઝન મહિલા વિગ દ્વારા TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતો અને તેમના પરિવાર માટે શ્રધાંજલિ નિવારણ માટે 9,999, નવકાર મંત્ર સમૂહ જાપનું આયોજન રોયલ પાર્ક સ્થાનક વાસી જૈન મોટા સંઘ, સી એમ પોષધ શાળા ખાતે કરવામાં આવ્યું હતું.
જૈન ધર્મમાં નમસ્કાર મહામંત્રનો પ્રભાવ અદ્વિતીય છે. આ મંત્રના જાપ દ્વારા જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેને આત્માને શાંતિ અને સદગતિ માટે બહેનોએ નવકાર મંત્રના જાપ મહાસતીજીની નિશ્રામાં કર્યા હતા.આ જાપના આયોજનમાં બોહળી સંખ્યામાં બહેનો સ્વયં ભુ ઉપથસ્થિત રહ્યા હતા.
જૈન વિઝનના મિલન કોઠારીએ જણાવ્યું હતું કે કુદરતી આફત હોય કે કોરોના હોય, જૈન વિઝન ટીમ હંમેશા લોકોને મદદ કરવા તત્પર હોય છે.હાલમાં ટીઆરપીની ઘટનામાં યુવાનો અને બાળકોનો ભોગ લેવાયો છે ત્યારે નવકાર મંત્રના જાપ દ્વારા તેઓની આત્મા ને શાંતિ અને સદગતિ મળે તે માટેનો એક પ્રયાસ છે.
જૈન વિઝન મહિલા વિંગના પ્રમુખ અમીષાબેન દેસાઈએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં અનેક બાળકો અને માતા પિતાએ વિદાય લીધી છે,અનેક પરિવારો વિખાય ગયા છે ત્યારે સંવેદના પણ ખૂટી પડે છે. જે લોકોના સ્વજનો ચાલ્યા ગયા છે તેના પર તો આભ તૂટી પડ્યું છે ત્યારે દિવંગત આત્માઓ ને શાંતિ સમાધિ અને સદગતિ મળે તે માટે જૈન વિઝન મહિલા વિંગની બહેનોએ એક કલાક સુધી નમસ્કાર મહામંત્રના જાપ કર્યા છે.