- ગિલ-સારાના રિલેશનશિપને લઈને ફરી અટરળો શરુ
- જિયો વર્લ્ડ પ્લાઝાની બહાર જોવા મળ્યા ગિલ-સારા
- ગિલ-સારાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ અને સચિન તેંડુલકરની દીકરી સારા ફરી એકવાર સાથે જોવા મળ્યા છે. તેમના રિલેશનશિપમાં હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. તેની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રિલેનશિપમાં હોવોના દાવાને વેગ મળ્યો
ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર શુભમન ગિલ અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બંને જિયો વર્લ્ડ પ્લાઝામાંથી બહાર આવતા જોવા મળી રહ્યા છે. બંને એકસાથે નહીં પણ થોડાં પગલાંના અંતરે બહાર આવતાં જોવા મળ્યાં હતાં. આનાથી ફરી એકવાર આ બંને રિલેશનશિપમાં હોવાના દાવાને વેગ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે શુભમન અને સારાના ડેટિંગની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે. તેમના સંબંધોનો દાવો કરતા અનેક ફોટા અને વીડિયો આવતા રહે છે. જો કે અત્યાર સુધી બંનેએ પોતાના રિલેશનશિપ સ્ટેટસને જાહેર કર્યું નથી. એટલે કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ બંને લવ બર્ડ છે કે માત્ર બે સારા મિત્રો.
જિયો વર્લ્ડ પ્લાઝાની બહાર જોવા મળ્યા ગિલ-સારા
લેટેસ્ટ વીડિયોમાં શુભમન અને સારા મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો વર્લ્ડ પ્લાઝાની બહાર જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે જિયો વર્લ્ડ પ્લાઝાનું મંગળવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સારા અને શુભમન અહીં આવ્યા હતા. શુભમન કેઝ્યુઅલ કપડામાં જોવા મળ્યો હતો, જ્યારે સારા લાલ વન-પીસ ડ્રેસમાં જોવા મળી હતી.
આ પહેલા સારા તેંડુલકર હાલમાં જ વર્લ્ડ કપ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે શુભમનને ચીયર કરવા માટે આખું સ્ટેડિયમ આવી ગયું હતું. જોકે બંને સાથે જોવા મળ્યા ન હતા. આ પહેલા પણ કેટલાક પ્રસંગો પર આવી તસવીરો સામે આવી છે, જેણે આ બંને રિલેશનશિપમાં હોવાની ચર્ચાને વેગ આપ્યો છે.