- કાર્યવાહી અંગે EDના અધિકારીઓએ આપી માહિતી
- PMLA-2002ની જોગવાઈ હેઠળ EDની કાર્યવાહી
- જેટ એરવેઝ અને ગોયલની 538.05 કરોડની સંપત્તિ જપ્ત
ED એ જેટ એરવેઝ અને નરેશ ગોયલ પરિવારની 538 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. EDના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે EDએ જેટ એરવેઝ (ઈન્ડિયા)લિમિટેડ (JIL) વિરુદ્ધ મની લોન્ડરિંગના કેસને લઈને પ્રીવેન્શન ઓફ મની લિન્ડરિંગ એક્ટ 2002ની જોગવાઇઓ હેઠળ 538.05 કરોડની સંપત્તિ અસ્થાયી રીતે જપ્ત કરી છે. ટાંચમાં એલવામાં આવેલ સંપત્તિમાં જુદી જુદી કંપનીઓ અને શખ્સોના નામે 17 રહેણાંક ફ્લેટ અને બંગલા અને કોમર્શિયલ એસ્ટેટ સામેલ છે.