પોતાના સ્ટાફની બહેનો સાથે જન્મદિવસની ઉજવણીનો વીડિયો થયો છે વાયરલ: દીવડાની થાળી અને મીઠાઈઓ સાથે સ્ટાફની બહેનો આપે છે શુભેચ્છા
નીતા અંબાણી કૈક અલગ અને નવું કરીને હંમેશા ચર્ચામાં રહે છે. દેશના ટોચના પરિવારમાંથી આવતા હોવા છતાં તેઓ નિયમિત રીતે જરૂરિયાતમંદ લોકોને હંમેશા મદદ કરતા રહે છે.તાજેતરમાં નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલ (NMAJS)નું ઉદ્ઘાટન હતું. એ જ દિવસે નીતા અંબાણીનો જન્મદિવસ પણ હતો તેઓએ દિવસની ઉજવણી ખાસ બાળકો સાથે કરી હતી.
બાળકો સાથે કેક કાપીને 3000 જેટલા બાળકોને ભોજન કરાવી ભેટ આપી હતી. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશને બાળકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ આ રીતે પોતાનો 60મો જન્મદિવસ બાળકો સાથે ઉજવ્યો હતો.
નવી શાળા બાંદ્રા-કુર્લા સંકુલમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DAIS) કેમ્પસની બાજુમાં બનાવવામાં આવી છે. અહી આધુનિક ટેકનોલોજી સાથે સુંદર ઈમારત બનાવવામાં આવી છે. એટલું જ નહીં અહીં વિદ્યાર્થીઓને ફ્લેક્સિબલ એજ્યુકેશનની સુવિધા પણ મળશે. આ ઉપરાંત નવી શાળામાં નાના-મોટા જૂથોમાં સહયોગ અને કાર્ય કરવાનું પણ આ શાળામાં શીખવવામાં આવશે.
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક અને અધ્યક્ષ તરીકે, નીતા અંબાણીએ અપાર જુસ્સા અને પ્રતિબદ્ધતા સાથે માત્ર 20 વર્ષમાં DAISને વિશ્વની શ્રેષ્ઠ શાળાઓમાંની એક બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. તેઓના જન્મદિવસની ઉજવણી પોતાના સ્ટાફ સાથે કરતા હોય તેવો વિડિયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળે છે .
જેમાં સ્ટાફની બધી બહેનો નીતા અંબાણીને શુભેચ્છા આપતી જોવા મળે છે અને થાળીમાં દિવડા પ્રગટાવી શુભેચ્છા આપે છે.દેશના ધનિક પરિવારોમાં ગણના થાય છે તે પરિવારમાં નીતા અંબાણીના જન્મદિવસની ઉજવણી દર વર્ષે અલગ અને ખાસ પ્રકારે થાય છે.