દીપક એ અગ્નિતત્વ નું પ્રતિક છે જેના દ્વારા નકારાત્મક ઊર્જા દૂર થાય છે
તેલ અને ઘી માં પ્રગટાવવામાં આવતા દીવડા નું પણ અલગ મહત્વ છે.
હિન્દ્દુ,શીખ,પારસી દરેકના ધર્મ સ્થાનકમાં અગ્નિ તત્વની હાજરી અવશ્ય હોય છે.
દિવાળી એ પ્રકાશનો તહેવાર છે તેને દીપોત્સવ પણ કહેવામાં આવે છે આ પાંચ દિવસના પર્વમાં દરરોજ રાત્રી દરમિયાન દરેકના ઘરમાં આંગણામાં દીવડાઓની હારમાળા હોય છે ત્યારે દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે અને તેનું શું મહત્વ છે તે જોઈએઆપણી સંસ્કૃતિ અને પરંપરા મુજબ દીવા પ્રગટાવવાની ઘણું મહત્વ છે. આપણે ત્યાં ઘરની બહાર ઉંબરે, મંદિરમાં, તુલસીના કયારે, પીપળાના ઝાડ નીચે, પાણીયારે દીવડાં પ્રગટાવવાની આદિકાળથી પરંપરા છે.દરરોજ સવાર-સાંજ પૂજા આરતીમાં દીપકની હાજરી અનિવાર્ય છે.કોઈ પણ પૂજા દરમિયાન દીવો પ્રગટાવવામાં આવે છે. દેવી-દેવતાઓની પૂજા અને કોઈપણ શુભ પ્રસંગમાં દીપક જરૂર પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દરરોજ સાંજે એક દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે આમ જોઈએ તો દરેકે દરેક ધર્મમાં અગ્નિ તત્વનું મહત્વ છે.
ચર્ચમાં કેન્ડલ પ્રગટાવવામાં આવે છે પારસી ધર્મમાં પણ અગ્નિની હાજરી હોય છે હિન્દુ ધર્મમાં પણ દીપક પ્રગટાવવામાં આવે છે તો શીખ ગુરુદ્વારામાં પણ અગ્નિ તત્વની હાજરીમાં ધાર્મિક અનુષ્ઠાન થાય છે આમ જે પંચ તત્વ છે તેમાં અગ્નિ તત્વ એવું તત્વ છે કે જેના કારણે સમગ્ર વાતાવરણમાંથી દૂષિત ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા પ્રવેશે છે.અગ્નિ તત્વ કોઈપણ નેગેટિવ ઉર્જાનો નાશ કરે છે. કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન પૂજન અર્ચન મંત્ર જાપ વગેરે પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે જેથી કરીને વાતાવરણ શુદ્ધ થઈ જાય છે.
દીવો કરનાર વ્યક્તિ પણ પ્રફુલિત બને છે એટલે જ હિન્દુ ધર્મમાં દીવાનું અનેરૂ મહત્વ છે.જે ધૂપ અને અગરબત્તી કરવામાં આવે છે તે પણ અગ્નિ તત્વની હાજરી દર્શાવે છે.પહેલાના સમયમાં ઋષિઓ જે યજ્ઞ કરતા તે પણ નકારાત્મક ઊર્જાના નાશ માટે જ કરતા. કોઈ પણ હોમ હવન કે જેમાં અગ્નિ તત્વની હાજરી હોય છે તેના દ્વારા શુભ અને સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે.નવરાત્રીમાં અને અનુષ્ઠાન દરમિયાન અખંડ દીપ પ્રગટાવી રાખવાનું પણ મહત્વ છે.
દિપાવલીના પર્વમાં દીવા પ્રગટાવવાનું પણ મહત્વ એ જ છે.દીપક પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે તે અંધકારને દૂર કરે છે,દૂષિત ઊર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઊર્જા ફેલાવે છે.આમ તો દીવા પ્રગટાવવા માટે પણ ફૂલ વાટ હોય અને લાંબી વાટ પણ હોય છે.એવું માનવામાં આવે છે કે ભગવાનને પૂજા ઘરમાં જે ઘી નો દીવો કરવામાં આવે છે તેમાં ફૂલ વાટનો ઉપયોગ થાય છે અને માતાજીને,હનુમાનદાદા ને,પીપળા પાસે,પાણિયારે વગેરે લાંબી વાટ કરવામાં આવે છે.દીવો પ્રગટાવવા ગાયનું ઘી,તેલ,તલનું તેલ,અળસીનું તેલ વગેરે ઉપરાંત ઘણીવાર મંત્ર તંત્ર માટે તલ,સરસિયું વગેરે તેલ વાપરવામાં આવે છે. કાચ ના ગ્લાસમાં પાણી ભરી તેમાં તેલ મિક્સ કરીને તેમાં ઉપર વાટ મૂકી દીવો કરવામાં આવે છે આ તરતા દીવા વધુ સમય ચાલે છે અને દેખાવમાં પણ સુંદર લાગે છે.
- દીપકના પ્રકાશથી જ મન પ્રફુલ્લિત થઇ જાય છે.
- દીવો પ્રગટાવ્ય વિના કોઈપણ પૂજા અધૂરી ગણાય છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.
- એવું કહેવાય છે કે દરરોજ તમારા મુખ્ય દરવાજા પર ઘી અથવા તેલનો દીવો કરો છો, તો તે તમારા ઘરમાં દેવી લક્ષ્મી લાવે છે.
- સાથે જ ઘીનો દીવો વાસ્તુ દોષને પણ દૂર કરે છે. તેથી, સાંજે મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવો.
- સવારે અને સંધ્યા સમયે દીવો શુભ માનવામાં આવે છે કારણ કે આ સમયે દેવી-દેવતાઓ ના આગમનનો સમય હોય છે.
- પણ ધ્યાન રાખવું જરૂરી છે. દીવો હંમેશા પશ્ચિમ દિશા તરફ જ પ્રગટાવવો જોઈએ. કારણ કે આ દિશામાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.
- મુખ્ય પ્રવેશદ્વારની સાથે સાથે દરરોજ ઘરના મંદિરમાં પણ સવાર-સાંજ દીવો પણ પ્રગટાવવો જોઈએ. જેના કારણે જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
- ઘણા લોકો માટીના કોડિયામાં દીવો પ્રગટાવે છે ત્યારે ધ્યાન રહે કે તે ખંડિત ન હોવું જોઈએ,
દિપાવલી પર્વમાં મળે છે થ્રી ડી અને વોટર સેન્સર દીવા
દિવાનો મહત્વ અનન્ય છે એમાં પણ દિવાળીનો તહેવાર જ દીપોત્સવ કહેવામાં આવે છે તેથી આ પાંચ દિવસ ઘરમાં, આંગણામાં ફળિયામાં બાલ્કનીમાં વગેરે જગ્યાએ દીવા મૂકવામાં આવે છે લાઈનસર ટમટમતા દેવાનું સૌંદર્ય જ કંઈક અલગ હોય છે અત્યારના સમયમાં બજારમાં અનેક જાતના દીવા મળે છે જેના કારણે લોકોને તેલ થી ની ઝંઝટ કરવી પડતી નથી અને દીવડાનો પ્રકાશ મળી રહે છે. અત્યારે પ્લાસ્ટિકના સેલવાડા દીવા પણ આવે છે જે ફક્ત સ્વીચ ચાલુ કરી અને મૂકી દેવાના હોય છે આ ઉપરાંત એવા દેવા પણ છે જેમાં તેલના બદલે પાણી નાખવાથી દીવા પ્રત્યે છે.આ વોટર સેન્સર દીવા ઉપરાંત થ્રીડી દિવા પર બજારમાં ઉપલબ્ધ છે જે ખૂબ જ વ્યાજબી કિંમતે મળતા હોવાથી દરેક વ્યક્તિ તે લઈ શકે છે. જે ઉર્જા તેલ અથવા તો ઘીના દીવા પ્રગટાવવાથી મળે છે તે ઊર્જા આ દીવા માંથી મળી શકતી નથી આમ છતાં દેખાવ માટે લોકો આ દીવાનો પણ ઉપયોગ કરે છે.