ઉત્સવની ઉજવણી કરીએ પણ પર્યાવરણને નુકશાન ન થાય તેની કાળજી રાખીએ
દિવાળીના પંચ દિવસીય પર્વનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે આ દિવાળીની ઉજવણી સાથે પર્યાવરણનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે.વર્તમાન સમયમાં શહેરોમાં પ્રદુષનું પ્રમાણ વધતું જાય છે ત્યારે જો આપને દિવાળી પર્વની ઉજવણી પર્યાવરણનો ખ્યાલ રાખીને કરીએ તો એક નાગરિક તરીકેની આપણી ફરજ યોગ્ય રીતે બજાવી ગણાશે.ઉત્સવની ઉજવણી માં પર્યાવરણને નુકશાન ન થાય તેની કાળજી રાખીએ.નાની નાની બાબતોનો ખ્યાલ રાખીને આપણે પર્યાવરણનું ધ્યાન રાખી શકીએ છીએ.
ઇકો ફ્રેન્ડલી દિવાળી ઉજવી આપણે આપણી પૃથ્વી માતાને જરૂર બચાવી શકીશું. આપણી ફરજ છે કે આપણે બાળકોને પણ પર્યાવરણ જાગૃતિ વિશે સમજાવીએ.
- ઇલેક્ટ્રીક રોશનીના બદલે દીવડાઓ થી ઘરને પ્રકાશિત કરીએ.માટીના દીવડા પર્યવરણ સુરક્ષા સાથે કારીગરોને પણ રોજી રોટી પૂરી પાડે છે.
- લાઈટિંગ માં સોલાર લાઇટનો ઉપયોગ પણ પર્યાવરણ સુરક્ષા માટે કરી શકાય
- તમારા આંગણામાં રંગોળી બનાવવા માટે કેમિકલ-યુક્ત રંગોને બદલે કુદરતી રંગો વાપરો. ગુલાબ, ગલગોટો, સેવંતી જેવા ફૂલો અને પાંદડાઓનો ઉપયોગ કરો. હળદર, કંકુ અને કૉફી પાવડરનો પણ રંગ પૂરવામાં ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓ ઇકો-ફ્રેન્ડલી હોવાની સાથે સાથે બીજા દિવસે તમારા કમ્પોસ્ટ બિનમાં તેનો આસાનીથી નિકાલ કરી શકાશે.
- દિવાળીની ભેટ આપવા માટે પ્લાન્ટ અથવા જાતે બનાવેલ ચીજ વસ્તુઓની પસંદગી કરો.કોઈ પુસ્તક પણ ભેટમાં આપી શકાય.
- સ્નેહીજનોને ભેટ આપો તે સાદા કાગળમાં કે ખાખી કાગળ માં પેક કરો.રીસાઇકલ કરવામાં મુશ્કેલ છે તેવા ચમકદાર પ્લાસ્ટિક્સનો ઉપયોગ ટાળો.
- ઘર સાફ કરતી વખતે તમારી વસ્તુઓને ફેંકી દેવાને બદલે જરૂરિયાતમંદ લોકોને તે દાનમાં આપો. આમ વસ્તુઓનો ફરીથી ઉપયોગ થશે અને કચરો ઘટશે.
- ફટાકડા સૌથી વધુ પોલ્યુશન ફેલાવે છે તો ઇકો-ફ્રેન્ડલી ફટાકડા ખરીદી શકાય છે. આ રીસાયકલ કરેલ પેપરમાંથી બનાવવામાં આવે છે અને ઓછું પ્રદૂષણ ફેલાવે છે.