માધવરાય સિંધિયા ક્રિકેટ મેદાનમાં સાંજે ૭ વાગ્યેથી આકાશી રંગોળી
રાજકોટવાસીઓએ ક્યારેય ન જોય હોય એવા અવનવા ૭૦થી વધુ ફેન્સી ફટાકડાથી આકાશ દીપી ઉઠશે, શહેરીજનોને લાભ લેવા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર, અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાનો અનુરોધ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં દિવાળી પર મહાપાલિકા દ્વારા દર વર્ષે યોજાતા આતશબાજીના કાર્યક્રમનું એક અનોખુ આકર્ષણ હોય છે. બાળકોથી માંડી વૃધ્ધો સૌ કોઇ આ અવસરને મનભરીને માણે છે. આયોજનનું સ્થળ માધવરાય સિંધિયા ક્રિકેટ મેદાનમાં જ નહીં પણ ગ્રાઉન્ડ બહાર રેસકોર્ષ સંકુલ અને રિંગરોડની પાળી પર ઉભા રહીને પણ હજારોની સંખ્યામાં શહેરીજનો આ અદભૂત આકાશી નજારાને માણે છે. આજે ધનતેરસની રાત્રે રેસકોર્ષમાં આકાશી રંગોળી સર્જાવાની છે. અવનવીન ફેન્સી ફટાકડાથી આકાશ દીપી ઉઠશે. આતશબાજીના આ કાર્યક્રમને મોટી સંખ્યામાં શહેરીજનો માણે તેવી લાગતી સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ વ્યક્ત કરી છે.
રેસકોર્ષના ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે ૭ વાગ્યાથી આતશબાજીના કાર્યક્રમનો પ્રારંભ થઇ જશે. જેનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાના હસ્તે થશે.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટરો, ના.કમિશનર અનિલ ધામેલિયા, ચેતન નંદાણી, અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે. મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારના અનુસંધાને આતશબાજી દ્વારા આકાશી રંગોળી માણવા શહેરીજનોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.