અગ્ર ગુજરાત
ભારતીય હસ્તકલા અને ચીજવસ્તુ તેમજ અન્ય ઉત્પાદનોની પ્રોત્સાહન મળે તે માટે રિલાયન્સ રીટેલ ના સ્વદેશ સ્ટોરનો નિતા અંબાણી દ્વારા પ્રારંભ.આ સ્ટોર ભારતની કલાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ બનવાની સાથે કારીગરો અને શિલ્પકારો માટે આવકનો સ્ત્રોત પણ બનશે. સ્ટોરમાં હસ્તકલા ઉપરાંત હાથથી બનાવેલી ખાદ્ય ચીજવસ્તુઓ અને કપડાં જેવા ઉત્પાદનો પણ ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.‘સ્વદેશ’નો વિચાર માત્ર સ્ટોર ખોલવા પૂરતા સીમિત નથી.
પાયાના સ્તરે, સમગ્ર ભારતમાં 18 રિલાયન્સ ફાઉન્ડેશન આર્ટિસન ઇનિશિયેટિવ ફોર સ્કીલ એન્હાન્સમેન્ટ (RAISE) કેન્દ્રો સ્થાપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેનાથી 600 થી વધુ હસ્તકલા ઉત્પાદકોને ખરીદારીનો મંચ મળવાની આશા છે.
સ્વદેશ સ્ટોરમાં જો ગ્રાહક કોઈ પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતો હોય તો “સ્કેન એન્ડ નો(Know)” ટેક્નોલોજીની સુવિધા પણ છે. જેના દ્વારા દરેક પ્રોડક્ટ અને તેના નિર્માતા પાછળની સ્ટોરી જાણી શકાય છે.