સમાજ સુરક્ષા વિભાગના છત્ર હેઠળના આશ્રિતોને મીઠાઈ, ફટાકડાં, નવા કપડાં અને સ્વેટર વગેરે આપીને મહાનુભાવોએ તહેવારનો દિવ્ય આનંદ માણ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં કાલાવડ રોડ ખાતે આવેલ મનોદિવ્યાંગ બાળકોના ગૃહ ખાતે સમાજ સુરક્ષા વિભાગના છત્ર હેઠળના આશ્રિતોને દિવાળીના ઉત્સવમાં સામેલ કરવા અને તેમની સાથે ઉત્સવની ખુશી મનાવવા માટે મહાનુભાવો દ્વારા વિવિધ ભેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મનોદિવ્યાંગ બાળકોના ગૃહ ખાતે કલેક્ટરપ્રભવ જોષી, પી.જી.વી.સી.એલ.એમ.ડી.એમ.જે.દવે, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તેમજ અન્ય અધિકારીઓ દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ગર્લ્સ અને મનોદિવ્યાંગ બાળકો- બાળકીઓના ગૃહ તેમજ ભિક્ષુક સ્વીકાર કેન્દ્રના આશ્રિતોને મીઠાઈ, નવા કપડાં અને સ્વેટર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકો દ્વારા ફટાકડા ફોડીને દિવાળી ઉજવવામાં આવી હતી.બાળકોના મનોરંજન માટે જાદુગરનો શો પણ રજૂ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોનું સ્વાગત સંસ્થાના બાળકો દ્વારા તૈયાર કરેલ મોમેન્ટો આપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલ, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા, અધિક કલેક્ટર કે.જી. ચૌધરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન સેરસિયા સહિતના અધિકારીઓ તેમજ ગૃહોના સંચાલક કર્મચારીઓ, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યાં હતા.