લાભ પાંચમના કામનો શુભારંભ થઈ ગયો છે ત્યારે ગૃહિણીઓ અને વર્કિંગ વુમન અમુક ટિપ્સ અપનાવી તહેવારોના થાકને દૂર કરી સ્ફૂર્તિ અને તાજગી અનુભવી શકે છે
દિવાળીનો તહેવાર પૂર્ણ થયો છે અને નવા વર્ષની ઉજવણી ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી છે ત્યારે તહેવારો બાદ થાક લાગતો હોય છે આમ તો નવરાત્રી બાદ દિવાળીના તહેવારની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ઘરની સાફ સફાઈ થી લઈને નવી ખરીદી તેમજ ઘરને સજાવવાથી લઈને મહેમાનો ના સ્વાગતની તૈયારી કરવા જુદા જુદા નાસ્તા,મીઠાઈ બનાવવાની તેમજ પૂજા વિધિ તેમજ ધાર્મિક અનુષ્ઠાન,નૈવેદ્ય વગેરેની તૈયારી કરવામાં શરીર અને મન બંને થકી જાય છે.પર્વની તૈયારી માટે રાત્રી ઉજાગરો,દોડધામ,ટેન્શન અને ખોરાક બાબત બેદરકારીના કારણે તબિયત ઉપર પણ અસર પડે છે.ઘણા લોકો બહાર ફરવા નીકળી જાય છે છતાં અમુક તૈયારીઓના કારણે થાક લાગે છે.
આ નાની નાની ટીપ્સ અપનાવશો તો તાજામાજા થઈને નવી ઊર્જાનો અનુભવ કરી ફરી રૂટિનમાં લાગી શકશો
- હુફાળા પાણીમાં મીઠું નાખી તેમાં પગ બોળી રાખો.અડધી ડોલ પાણીમાં મીઠું નાખીને સ્નાન કરી શુધ્ધ પાણીથી સ્નાન કરી લો. મીઠું નકારાત્મક એનર્જીને ગ્રહણ કરે છે જેથી શરીર હળવું અનુભવાશે.
- બોડી મસાજ કરાવી શકાશે.તેલમાં અજમાં નાખી ઉકાળી લો.આ તેલ થી મસાજ કરવાથી શરીરના દુખાવા પણ દૂર થશે.
- બોડી મસાજ સાથે હેડ મસાજ પણ કરો.કોકોનટ ઓઈલને ગરમ કરી વાળમાં લગાવી મસાજ કરવાથી તાજગીનો અનુભવ થશે.
- થાક દૂર કરવા માટે કસરત કરો. સવારે ઉઠી પ્રાણાયામ, યોગાસન કરો. વોકિંગ કરો.આ શારીરિક કસરત તમારા શરીરમાંથી થાક દૂર કરશે.
- શારીરિક કસરત સાથે માનસિક શાંતિ માટે મેડિટેશન કરો.બગીચા કે અગાસીમાં શાંત ખૂણે બેસીને ધ્યાનનો અનુભવ કરો.
- સવારના કૂણાં તડકામાં બેસવાથી વિટામિન ડી મળવા સાથે સૂર્ય શક્તિ, નવી ઊર્જા પ્રાપ્ત થશે,જે જીવન જીવવાનો જોમ અને ઉત્સાહ વધશે
- ઘરના ફળિયામાં કે બાલ્કનીના હીંચકા પર બેસી થોડીવાર મનગમતું મ્યુઝિક સાંભળો. શાસ્ત્રીય સંગીત કે જૂના ફિલ્મી ગીતો તમને પ્રફુલ્લિત કરી દેશે.
- ચા કોફી ના બદલે ગ્રીન ટી પીવો.ફ્રૂટ જ્યુસ પીવો જે તમારા બોડીને ડીટોક્ષ કરશે.લેમન જ્યુસ અથવા લીંબુ પાણી અથવા મધ અને લીંબુ મિક્સ કરીને પીવો.
- રાતના ઉજાગરાના કારણે સ્ટ્રેસ અનુભવાય છે જેથી થોડા દિવસ પૂરતી ઉંઘ લો.રાત્રે વહેલા સૂઈ સવારે વહેલા ઊઠી જાઓ.
- આંખોને રિલેક્સ કરવા માટે તેના પર કાકડી મૂકો ઓલીવ ઓઇલ થી આંખો પર મસાજ કરો આંખોમાં આય ડ્રોપ નાખો.
- થાક દૂર કરવા માટે હળવો અને બેલેન્સ ડાયેટ લો. મસાલે દાર ખોરાક ખાવાનું ટાળો. સલાડ અને સ્પ્રાઉટ ખાઓ.
- થોડા દિવસ ઉપર પ્રમાણે પ્રયોગ કરશો તો ફરી તાજામાજા થઈને નવી ઊર્જા અનુભવશો અને ફરી ડેઇલી રૂટિનમાં લાગી જશો.હવે શિયાળાના પગરવ થયા છે ત્યારે સ્વાસ્થ્ય માટે નિયમિત આ પ્રયોગ ચાલુ રાખી શકાશે.