સમગ્ર દેશમાં ચર્ચામાં આવેલ મોરબીના અનુસૂચિત સમાજના યુવક સાથે ક્રૂરતા આચરવાના બનાવમાં છ આરોપીઓને રિમાન્ડ ની માંગણી સાથે મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
મોરબીમાં પગાર લેવા ગયેલ અનુસૂચિત જાતિના યુવાનને મોઢામાં ચપ્પલ લેવા માટે મજબુર કરવામાં આવ્યો હતો.જેને લઇને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
જેમાં પોલીસે છ આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા,ઓમ પટેલ,રાજ પટેલ,પરીક્ષિત ભગલાણી, ક્રિશ મેરજા અને પ્રીત વડસોલાને કોર્ટમાં રજૂ કર્યા હતા.
બચાવ પક્ષના વકીલ અને સરકારી વકીલની દલીલો ધ્યાન માં લઈને કોર્ટે ત્રણ વાગ્યે સુનાવણી હાથ ધરી હતી જેમાં કોર્ટ દ્વારા તમામ છ આરોપીઓ ના ત્રણ દિવસના એટલે કે આગામી તારીખ ૧ ડિસેમ્બર ૨૦૨૩ ના સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.