અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં રવિવારે માવઠું પડ્યા બાદથી ઠંડકનો માહોલ જામ્યો હતો પણ સોમવારે તો ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હતું. પશ્વિમી વિક્ષેપ પસાર થઈ ગયા બાદની અસરના ભાગરૂપે ઠંડક પ્રસરી હતી. રવિવારે રાતે હવામાં ભેજનું પ્રમાણ વધારે રહ્યા ઉપરાંત તાપમાન પણ નીચું રહ્યું હતું જેથી ગાઢ ધુમ્મસ છવાઈ હતી જેમાં ગઈકાલે રાત્રીથી જ ઝાકળ આવવા લાગી હતી જેના કારણે ઝાકળના બિંદુઓએ શહેરને હિલ સ્ટેશન જેવુ બનાવી દીધુ હતું. જો કે આ કારણે વાહન ચાલકોને થોડી મૂશ્કેલી અનુભવી પડી હતી.જયારે વહેલી સવારે વધારે પ્રમાણમાં ઝાકળ આવતા એસ.ટી.બસો સમય કરતા ૧૫ થી ૩૦ મોડી રાજકોટ પહોંચી રહી હતી.
રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રીથી ઝાકળ આવવા લાગતા નાના તેમજ મોટા વાહન ચાલકો ને વાહન ચલાવવામાં ભારે તકલીફ પડતી હતી દરમિયાન આજે વહેલી સવારથી રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં પણ ઝાકળ આવતા રાજકોટ તરફ આવતી એસ.ટી.બસ તેના નિયત સમય કરતાં ૧૫ થી ૩૦ મોડી પહોચતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.