બંદોબસ્તની બોલેરો સાથે કાર અથડાઇ, કારમાં બેઠેલા તમામ ડમડમ હતા,કાલાવડ રોડ પર સરાઝા પાર્ટી પ્લોટ પાસે બનેલી ઘટના
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરની ભાગોળે આવેલ કાલાવડ રોડ પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના બંદોબસ્તના કાફલામાં રહેલી પોલીસ બોલેરો સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી, કારમાં બેઠેલા તમામ શખ્સો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કાલાવડ રોડ પર સરાઝા પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્નપ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગયા હતા, રૂપાણી પાર્ટી પ્લોટમાં લગ્ન મહોત્સવ માણી રહ્યા હતા ત્યારે તેમના બંદોબસ્તમાં રહેલી પોલીસ બોલેરો સહિતનો કાફલો પાર્ટી પ્લોટની બહાર હતો, બંદોબસ્તમાં રહેલા જવાનો પણ આ વાહનો સાથે હતા ત્યારે એક સ્વિફ્ટ કાર પૂરપાટ ઝડપે ધસી આવી હતી અને કાર બંદોબસ્તમાં રહેલી બોલેરો જીપ સાથે ધડાકાભેર અથડાઇ હતી,અકસ્માતને પગલે બંદોબસ્તના જવાનો સતર્ક થઇ ગયા હતા.