સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે સંબંધિત વિભાગને આપ્યો આદેશ
સાબરમતી જેવા રિવરફ્રન્ટના સપના હજુ હકીકત નથી બન્યા : કાયમી ઉકેલ ઈચ્છે છે શહેરીજનો
શહેરના પ્રાચીન રામનાથ મંદિર અને આજીનદીમાં ભારે ગંદકીના થર જામી જતાં ઉઠેલી ફરિયાદોને પગલે મનપા તંત્રે આજે સવારથી રામનાથ મંદિરની આસપાસના પરિસર, અને આજી નદીમાં મહા સફાઇ અભિયાન શરૂ કર્યું છે. વર્ષોથી ગંધાતી આજીનદીમાં ગંદકીના થર જામે છે. અહિયાં ધારાસભ્યોમની ટર્મ પૂરી થઈ ગઈ પરંતુ સાબરમતી જેવો રિવર ફ્રન્ટ બનાવવાની માત્ર વાતો થઈ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી આ કારણએ શહેરમાં મચ્છર અને રોગચાળો વચ્ચે છે. ખાસ કરીને આજીનદીના બંને કાંઠે વસતા લોકો અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં રોગચાળો વધે છે. જો કે તંત્રે હાલ તુરંત મહા સફાઇ અભિયાન શરૂ કર્યું છે એટલે શહેરીજનોને થોડી રાહત થશે. આજી રિવર ફ્રન્ટની સાથે જ રામનાથ મહાદેવ મંદિરના વિકાસ માટેની એક બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવામા આવી છે. જો કે આ યોજનાનું કામ ક્યારે શરૂ થાય એ હજુ નક્કી નથી પરંતુ એ પહેલા રામનાથ મંદિર આસપાસ ખડકાતી વોંકળાની ગંદકીની કાયમી સમસ્યા સામે સ્ટેન્ડીંગ ચેરમેને મહિનામાં બે થી ત્રણ વખત મંદિર આસપાસ સઘન સફાઇ અભિયાન ચાલુ રાખવા માટે સંબંધિત વિભાગને આદેશ આપ્યો છે.
આજી નદી કાંઠે જાહેરમાં શૌચક્રિયા થવાથી માંડી આજી વસાહત સહિતના વિસ્તારોના ઔદ્યોગિક એકમોનું દુષિત પાણી ઠલવાય છે. આ ઉપરાંત સંખ્યાબંધ વોંકળાઓનું આઉટ લેટ(નિકાલ) આજી નદીમાં જ થાય છે. રાજાશાહી વખતના આ પ્રાચિન મંદિર પ્રત્યે સમગ્ર શહેરની જનતાની આસ્થા જોડાયેલી છે. મંદિર આસપાસ જામી રહેતી ગંદકીની આ કાયમી સમસ્યા છે.