ત્રણ મોટી ઘટનાઓથી વિપક્ષો માટે ડિસેમ્બર મહિનો વર્ષનો અંત નહિ એક યુગનો અંત હશે
3 ડિસેમ્બર ર૦ર3 : ત્રણ રાજયોની ચૂંટણીના પરિણામ
૬ ડિસેમ્બર : ધીરજ શાહુના ઘેરથી સેંકડો કરોડની રોકડ ઝડપાઇ
૧૧ ડિસેમ્બર : સુપ્રિમ કોર્ટે 3૭૦ની કલમ હટાવવાના મોદી સરકારના નિર્ણયને મંજુરીની મહોર સર્વ સંમતિથી લગાવી
છેલ્લા ૭૦ વર્ષથી ભારતમાં પેઢી દર પેઢી લોકો એક જ વાત સાંભળી રહયા હતાં કે કાશ્મિરમાં પંડિતો હત્યા ભલે થાય. આતંકવાદીઓ મા ભારતીના જવાનોની હત્યા કરે, પથ્થરમારો કરે ભલે કરે. કાશ્મિરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 3૭૦ નહિ હટાવાય. અમરનાથ યાત્રા ઉપર જ હુમલા થાય હિન્દુ યાત્રિકોની હત્યા થાય ભલે થાય. બંધારણી પવિત્રતાને ઉની આંચ ન આવવી જોઇએ. આવી જ ન શકે. આ બંધારણીય પ્રાવધાન છે. લોકોના મનમાં કોંગ્રેસી સરકારોએ એક જડ ઘાલી દીધી હતી. સરેરાશ ભારતિય એવુ જ માનતો હતો કે આ અસંભવ કાર્ય છે. કયારેક પાકિસ્તાનો ડર બતાવી, કયારેક અમેરિકાનો ડર બતાવી કયારેક વિશ્વ સમુદાયનો ડર બતાવી કયારેક બંધારણની પવિત્રતાની ઓથ હેઠળ લેફટ લિબરલો અને કોંગ્રેસે રચેલી એક માયાજાળનો ૧૧ ડિસેમ્બર ર૦ર3ના રોજ તાર્કિક અંત આવ્યો છે. એ પણ ભારતની સુપ્રિમ કોર્ટની પાંચ જજોની પેનલ દ્વારા સર્વસંમતિથી. જો કે આ કલમ હટાવવાની ઐતિહાસિક તારિખ પ ઓગસ્ટ ર૦૧૯ છે. આ દિવસે મોદી સરકારે રાજયસભામાં ખાસ પ્રસ્તાવ લાવી આર્ટીકલ 3૭૦ની જોગવાઇ ખતમ કરી હતી. પરંતુ લેફટ લિબરલ અને વિપક્ષોની બ્રિગેડ લોકમતથી મોદી સરકારને હરાવી નથી શકતી ત્યારે તેમને સુપ્રિમ કોર્ટમાં ખેંચી જવાની તાસીર છે. આવા કિસ્સાઓની યાદિ જોઇએ. આધાર કાર્ડ, જીએસટી, ડિમોનીટાઇઝેશન, રામમંદિર મામલે, સેન્ટ્રલવિસ્ટા મામલે,ઇ.ડી.ના અધિકાર મામલે,પેગાસસ મામલે,રાફેલ મામલે સુપ્રિમ કોર્ટમાં સરકાર સામે લુટિયન્સ અને ડાબેરી જમાત, કોંગ્રેસ સહિતના ગયા છે. પરંતુ એક પણ કેસમાં તેમની કારી ફાવી નથી. આર્ટિકલ 3૭૦ને હટાવવાના મોદી સરકારના નિર્ણયને સુપ્રિમ કોર્ટે આ ફેંસલો ભારતની રાજનીતિમાં ભૂકંપ લાવનાર છે.
દિલ્હી ગેંગ અને લુટિયન્સને ઝટકા ઉપર ઝટકા લાગી રહયા છે. ડિસેમ્બર મહિનો બ્લેક ડિસેમ્બર બન્યો છે. આજે દેશ યુગાંતરમાંથી પસાર થઇ રહયો છે. હિન્દુઓનું તાડન અને લઘુમતીઓનું પાલન પ્રજાએ તો રિજેકટ કરી જ દીધુ છે. પરંતુ હવે દેશની ન્યાય પ્રણાલી સુધી આ પરિવર્તન સર્વોચ્ચ કક્ષા સુધી પહોંચ્યુ છે. એક સમયે આતંકવાદીઓ માટે અડધી રાત્રીના સુપ્રિમ કોર્ટ ખુલતી હતી. હવે રામમંદિરનો ચુકાદો હોય કે આર્ટિકલ 3૭૦નો મામલો હોય મોદી સરકારની તાર્કિક લોકશાહિ પ્રક્રિયાને સુપ્રિમ કોર્ટ પણ સર્વસંમતિથી મહોર મારે છે. 3૭૦ના ઐતિહાસિક નિર્ણય ઉપરાંત ડિસેમ્બર મહિનામાં વિપક્ષોને બે મોટા ઝટકા લાગ્યા છે. તેની થોડી ઝલક લઇએ તો 3 ડિસેમ્બરના રોજ ત્રણ રાજયોના પરિણામમાં કોંગ્રેસને પરાજય મળ્યો. ૬ ડિસેમ્બરે આવકવેરા ખાતાએ કોંગી સાંસદ ધીરજ પ્રસાદ શાહુને ત્યાં આવકવેરાનો દરોડો પાડી આજ સુધીમાં અંદાજે પ૦૦ કરોડની વિક્રમી રોકડ પકડી પાડી. કોંગ્રેસના ભ્રષ્ટાચાર મામલે કાગારોળના ચિંથરા ઉડાવી દીધા છે. મોદી સરકાર એજન્સીઓનો દૂરઉપયોગ કરે છે એ કોંગ્રેસ અને વિપક્ષોની દલીલ શાહુની સાહુકારી જોયા પછી દેશ માનશે નહિ. અને અંતિમ ૧૧ ડિસેમ્બરનો કલમ 3૭૦ની કલમ હટાવવાનો મોદી સરકારનો નિર્ણય સુપ્રિમ કોર્ટે માન્ય રાખ્યો તે. આ ત્રણેય મુદા દેશની રાજનીતિમાં ભૂકંપ સાબિત થશે. હવે ર૦ર૪ની લોકસભાની ચૂંટણીની વ્યુહરચના માટે જયારે વિપક્ષો મળશે ત્યારે એ કયા મુદે મોદી સરકારને અને મોદીને લડત આપશે એ યક્ષ પ્રશ્ન બની રહેશે.