કમલેશ શાહ
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલના લીડર કમલેશ શાહએ અગ્ર ગુજરાત સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે , રાજકોટ બાર એસો. ની પરંપરા ખૂબ ઉજ્જવળ છે. અહીથી વકિલાતના ક્ષેત્રોમાં વકિલાત કરીને સુપ્રીમ કોર્ટના જજ સુધી પહોંચ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સમરસ પેનલના હું અને મારી પેનલના તમામ મિત્રો આ ઉજ્જવળ પરંપરાને આગળ ધપાવીશું.
તેમણે જણાવ્યું હતું કે રાજકોટ બાર એસો.માં જુનિયર વકિલો અને તમામ વકિલોને પડતી કોઈ મુશ્કેલીઓ કે કોઈ જરૂરીયાત માટે અમો હંમેશા મદદ કરવા તૈયાર રહેશું. તેમણે જણાવ્યું હતું કે, વકિલાત કરતાં વકિલ મિત્રો અને જ્યુડીસરી વચ્ચે સંવાદ સાધવો ખૂબ જરૂરી છે આ બાબતો પણ અમારી અગ્રતામાં રહેશે. તેમણે સમરસ પેનલને વિજેતા બનાવવા વકિલમિત્રોને અપીલ કરી હતી.
અમીત વેકરીયા
એડવોકેટ અને નોટરી અમીત બી.વેકરીયા રાજકોટ શહેરમાં છેલ્લા 16 વર્ષથી રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકટીસ કરી રહ્યા છે. તેઓએ રાજકોટ વિદ્વાન ધારાશાસ્ત્રી વી.એમ.પટેલ એડવોકેટ અને નોટરી પાસેથી કાયદાકીય માર્ગદર્શન મેળવેલ છે. તેઓની ઓફિસ THE LAW MASION, સાગર હેરીટેઝ, પ્રથમ માળ, સીજીસ હોસ્પિટલ સામે, બાલાજી હોલ પાછળ, 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે રેવન્યુ કેસીસ તથા નોટરી તરીકે કામગીરીઓ કરી રહ્યા છે. તેમજ કાયદાકીય વ્યવસાય સાથે સાથે રમત ગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સામાજીક કાર્યકર તથા નોટરી તરીકે ઉમદા કામગીરી દ્વારા આગવી નામના ધરાવે છે.
એડવોકેટ અને નોટરી અમીત બી.વેકરીયા એટલે એક એવું વ્યક્તિત્વ કે જેઓનું નામ વકિલાતના ક્ષેત્રમાં ખુબ જ આદરથી લેવાય છે. તેઓના મહેનતું-શાંત સ્વભાવ, સ્પષ્ટ વકતા અને નીડર વ્યક્તિત્વના કારણે રાજકોટના સિનિયર અને જુનીયર વકિલોમાં ઘણી લોકચાહના ધરાવે છે.
તેઓ વોઇસ ઓફ લોયર્સના વાઇસ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે તેમજ રમત-ગમત ક્ષેત્રમાં રેવન્યુ XIના કેપ્ટન તરીકે ફરજ બજાવેલ છે. આ ઉપરાંત તેઓ અન્ય સામાજીક સંસ્થાઓમાં પણ આગવી કામગીરી કરેલ છે. હાલ તેઓએ તમામ વકિલોની સંસ્થા તથા સીનીયર તથા જુનીયર વકિલોની જીતાડવાના પૂર્ણ સહકાર સાથે રાજકોટ સીનીયર તથા જુનીયર વકિલોની લાગણી રાજકોટ બાર એસોસિએશનની સને 2024ની ચુંટણીમાં ભાજપ લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમાંથી કારોબારી સભ્ય પદના ઉમેદવાર તરીકે નોંધાણી કરાવેલ છે.
કૌશલ એમ.વ્યાસ
કૌશલ એમ.વ્યાસએ વર્ષ 2014માં સનદ મેળવેલ છે અને વકિલાતના વ્યવસાયમાં જોડાયેલ છે. તેઓ સિવિલ અને ક્રિમિનલ સાઇડની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને વોઇસ ઓફ લોયર્સ તેમજ લોયર્સ સ્પોર્ટ ફાઉન્ડેશનમાં પણ કારોબારી સભ્ય છે. તેઓ અનેક સામાજિક સંસ્થા અને બ્રહ્મ સમાજમાં સક્રિય છે. આગામી RBAની વર્ષ 2023-24ની ચુંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલના કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.
અજયસિંહ ચૌહાણ
રાજકોટ મહાનગરપાલિકાના જૂના વોર્ડ નં-23માં યુવા ભાજપ વોર્ડમાં ઉપપ્રમુખ તરીકેની કામગીરી સંભાળતા હતા અને આ રીતે અમો છેલ્લા આશરે 18 વર્ષથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છીએ અને પક્ષ દ્વારા અજય ચૌહાણને જે કાંઇપણ કામગીરી સોંપવામાં આવેલ તે ખુબજ ખંત અને વફાદારી પૂર્વક આજદિન સુધી બજાવે છે.
છેલ્લા આશરે 19 વર્ષ રાજકોટ ખાતે ફોજદારી તથા રેવન્યુ ક્ષેત્રે વકિલાત કરે છે. તેઓ હાલમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપ બેન્ક લી આદિનાથ કેડ્રીટ કો-ઓપ સોસાયટી લી., કાઠીયાવાડ કેડ્રીટ કો-ઓપ સોસાયટી લી, જયોતિ કેડ્રીટ કો-ઓપ સોસાયટી લી, સરદાર વલ્લભભાઇ કેડ્રીટ કો-ઓપ સોસાયટી લી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસમાં પેનલ એડવોકેટ તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમજ જય સોમનાથ કેડ્રીટ કો-ઓપ સોસાયટી લી, રાજકોટના ચેરમેન તથા જય સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. અને કારડીયા રાજપુત સમાજમાં બહોળો ચાહક વર્ગ ધરાવે છે.
મેહુલ મહેતા
રાજકોટ બાર એસોસિએશનમાં સભ્ય તરીકે રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી હરેશ બી દવે સાથે વકીલાતની શરૂઆત કરેલ. બાલ્યકાળથી સંઘના સ્વયંસેવક અને વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થીકાળ દરમિયાન જવાબદારી નિભાવતા મેહુલ મહેતા સિવિલ તેમજ રેવન્યુ પ્રેક્ટીસનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં પેનલ એડવોકેટ તરીકે તેમજ રાજકોટ નાગરીક સહકારી બેંક લી.ના સરફેસી, આર્બીટ્રેશન સહિતના લીગલ પ્રોસીડીંગ્સમાં બેન્કના લીગલ એડવોકેટ તરીકે કાર્યરત છે. તેઓ રાજકોટ બાર એસોસિએશનની વર્ષ 2023-24ની ચુંટણીમાં સમરસ પેનલમાંથી લાઇબ્રેરી સેક્રેટરીના હોદ્દા ઉપર ઉમેદવારી નોંધાવેલ છે.
યશ એન.ચોલેરા
છેલ્લા 9 વર્ષથી રાજકોટ ખાતે વકીલાત ક્ષેત્રે રાજકોટને કર્મભુમી બનાવી કાર્યરત છે અને દાદા બાલુભાઇ ઠક્કરના RSSના સિધ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારી બાલ્યાવસ્થાથી RSS-VHP તથા બી.જે.પી.ના રંગે રંગાયેલા છે અને રાજુલા ગામેથી રાજકોટ આવી પોતાના સાહસિક, મિશ્ર અને સરળ સ્વભાવથી વકીલાત કરે છે અને એડવોકેટ જીતેન્દ્ર પારેખ એડવોકેટ પાસેથી મેહનત અને પ્રમાણિકતા અને કાયદાની તજજ્ઞતા મેળવી ખુબ જ સફળતા પૂર્વક વકીલાત કરી રહેલ છે. તેમજ પોતાના મેહનતું અને સરળ સ્વભાવથી રાજકોટના વકીલ વર્તુળમાં તથા પોતાના સમાજમાં ખુબ જ લોક ચાહના પ્રાપ્ત કરેલ છે અને પોતાના સમાજની સામાજિક સંસ્થા સંકળાયેલ છે અને હાલમાં તમામ વકિલોની સંસ્થા તથા વકિલો સાથે રહી સુમેલભર્યું વાતાવરણ ઉભુ કરી તમામ સાથે રહી પોતાની નામના પ્રસ્થાપિત કરેલ છે અને તેઓને હાલ તમામ વકીલશ્રીઓની સંસ્થા અને સિનિયર-જુનીયર એડવોકેટ ભાઇઓ-બહેનોની જીતાડવાના સંકલ્પ સાથે પૂર્ણ સહકાર મળી રહેલ છે.
રણજીત બી.મકવાણા
છેલ્લા 9 વર્ષથી રાજકોટ ખાતે વકિલાત ક્ષેત્રે રાજકોટને કર્મભુમી બનાવી કાર્યરત છે. સિવિલ ક્લેઇમ તેમજ હાલમાં સાથીદાર એડવોકેટ જીગ્નેશ સભાડ સાથે ક્રિમીનલ ક્ષેત્રે ખુબ જ મહત્વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલ છે અને પોતાના સિનિયર એડવોકેટ આર.યુ.પટેલ પાસેથી કાયદાની તજજ્ઞતા મેળવી વકિલાત કરી રહ્યા છે. તેમજ પોતાનું મહેનતુ અને સરળ સ્વભાવથી રાજકોટના વકીલ વર્તુળમાં તથા પોતાના સમાજમાં ખુબ જ લોકચાહના પ્રાપ્ત કરેલ છે અને પોતાના સમાજની સામાજિક સંસ્થા સંકળાયેલ છે અને હાલમાં તમામ વકિલોની સંસ્થા તથા વકીલો સાથે રહી સુમેલભર્યું વાતાવરણ ઉભુ કરી તમામ સાથે રહી પોતાની નામના પ્રસ્થાપિત કરેલ છે અને તેઓને હાલ તમામ વકિલોની સંસ્થા તથા સિનિયર-જુનીયર એડવોકેટ ભાઇઓ, બહેનોની જીતાડવાના સંકલ્પ સાથે પૂર્ણ સહકાર મળી રહેલ છે.
સાગર હાપાણી
છેલ્લા સાત વર્ષથી રાજકોટ ખાતે વકીલાત ક્ષેત્રે રાજકોટને કર્મભુમી બનાવી કાર્યરત છે અને પોતાના મોટા બનેવી એડવોકેટ મુકેશ કામદારની નિશ્રામાં રહી વકીલાત ક્ષેત્રે માર્ગદર્શન મેળવી અમરેલીથી રાજકોટને કર્મભુમી બનાવી પોતાના સરળ ખેલ દિલીના પૂર્વકના સ્વભાવથી તેમજ ક્રિકેટ ક્ષેત્રે સંકળાયેલ છે. વકિલોની સંસ્થા લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન સાથે તેમજ જૈન સોશ્યલ ગ્રુપની સંસ્થા સાથે તાલ મેળવી સ્પોર્ટસમેન સ્પીરીટથી સિવિલ ક્ષેત્રમાં વકીલાત કરી નામના મેળવી અને છેલ્લા સાત વર્ષથી પોતાના સ્વભાવથી અને મિત્ર વર્તુળ ઉભું કરી વકીલાત તેમજ રમતગમત ક્ષેત્રની વકીલો સાથે રહી સુમેળભર્યું વાતાવરણ ઉભુ કરી તમામ સાથે રહી પોતાની નામના પ્રસ્થાપિત કરેલ છે અને તેઓને હાલ તમામ વકિલોની સંસ્થા તથા સિનિયર-જુનીયર એડવોકેટ ભાઇઓ, બહેનોની જીતાડવાના સંકલ્પ સાથે પૂર્ણ સહકાર મળી રહેલ છે.