યુગાન્ડા આફ્રિકામાં આર્થિક રોકાણ અને નિકાસ વિશે અપાયું માર્ગદર્શન
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ડીજીએફટી, ઇસીજીસી અને આત્મીય યુનિવર્સિટીના સહકારથી અને યુગાન્ડા ડેલિગેશનની હાજરીમાં રાજકોટ ખાતે નિકાસલક્ષી માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો હતો. યુગાન્ડા ઇન્વેસ્ટમેન્ટ ઓથોરીટીના મહિલા નિષ્ણાત ગેટ્રુડે લુતાયા કાતેસા, યુગાન્ડા એમ્બેસેડર માર્ગરેટર લુસી કયોગીરે, તોમિલ ગ્રૂપ યુગાન્ડાના સંજીવ પટેલ, જોઇન્ટ ડીજીએફટી રોહિત સોની અને વિકાસકુમાર પાર્શદ (ઇસીજીસી) તેમજ આનંદ મીરાણી, વિશાલ ગોહેલ, કેતન ચાંગાણીએ નિકાસલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.
આત્મીય યુનિવર્સિટીના ઓડિટોરીયમ ખાતે યોજાયેલા આ સેમિનારમાં ઉદ્યોગ સાહસિક મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એક દેશ સાથે બીજા દેશ સાથે આર્થિક તેમજ વસ્તુની આપલે કેવી રીતે કરી શકાય અને તે વસ્તુ, નાણાકીય બાબતોના ક્યા ક્યાં નિયમો હોય તેના વિશેની માહિતી નિકાસકારોને આપવામાં આવી હતી. આફ્રિકામાં કેવી રીતેના નિકાસ થઇ શકે તેમજ ત્યા ફૂડ પ્રોસેસિંગ તેમજ મશીનરીના પ્લાન્ટ લાગી શકે તેના વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુગાન્ડામાં સૌરાષ્ટ્ર વેપારી સાહસીકોને પોતાની પ્રોડક્ટનું માર્કેટીંગ કરી શકે તે માટે ૧ લાખ સ્કવેર ફીટમાં મોલ બનાવવાનું પણ નિર્ણય લેવાયો હતો. ઇમ્પોર્ટ અને એકસપોર્ટ કરવા માટે લાયસન્સની જરૂરીયાત, પેપર વર્કની જરૂરીયાત વગેરે બાબતોથી ડીજીએફટીના જોઇન્ટ ડાયરેકટર રોહિત સોની સર્વેને જરૂરી માહિતી પૂરી પાડી હતી.
મેક ઇન ઇન્ડિયા મોલ બનાવવા માટે અને યુગાન્ડામાં રોકાણ કરવાથી થતા ફાયદા વિશે તેમજ ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે યોજાનાર એસ.વી.યુ.એમ ૨૦૨૪ ઇન્ટરનેશનલ ટ્રેડ શો અંતર્ગત એસ.વી.યુ.એમ.ના પ્રેસિડેન્ટ પરાગભાઇ તેજુરાના માર્ગદર્શન હેઠળ યોજાશે. યુગાન્ડના ડેલિગેશન તીર્થ એગ્રો ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ (શક્તિમાન એગ્રો), રાજુ એન્જિનિયરિંગ લિમિટેડ, EPP કોમ્પોસાઇડ, ગોપાલ સ્નેક લિમિટેડની મુલાકાત પણ લેશે તેમ અંત જણાવાયું હતું.