ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો
દિલ્હીમાં હવે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 1,731.50 રૂપિયા થઇ ગયો છે
Updated: Oct 1st, 2023
ઓક્ટોબર મહિનાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે મોંઘવારી (Inflation)એ મોટો આંચકો આપ્યો છે. ખરેખર તો 1 ઓક્ટોબર 2023થી જ એલપીજી સિલિન્ડરના ભાવ (LPG Cylinder Price Rise) વધી ગયા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે અને તે હેઠળ 19 કિલોગ્રામવાળું સિલિન્ડર હવે 209 રૂપિયા સુધી મોંઘું થઈ ગયું છે.
તહેવારોની સિઝન વચ્ચે ભાવ વધારો ભારે પડશે
ઓક્ટોબર મહિનામાં નવરાત્રિ, દશેરા જેવા મોટા તહેવારો આવી રહ્યા છે અને આ પર્વોની મજા બગાડે તેવો આ નિર્ણય ઓઈલ કંપનીઓ દ્વારા લેવાયો છે. હવે 19 કિગ્રાનું કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર (Commercial LPG Gas Cylinders Price Hike) મોંઘુ થતાં લોકોના ખિસ્સા પર અસર થઇ શકે છે. અહેવાલ અનુસાર આ ભાવ વધારા સાથે દિલ્હીમાં હવે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 1,731.50 રૂપિયા થઇ ગયો છે.
કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં હવે આ ભાવ પર મળશે
સપ્ટેમ્બરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ઘટ્યા બાદ તેની કિંમત દિલ્હીમાં 1,522 રૂપિયા થઈ ગઇ હતી. એક ઓક્ટોબર 2023થી હવે દિલ્હી ઉપરાંત મહાનગરોની વાત કરીએ તો કોલકાતામાં હવે આ LPG Cylinder 1636 રૂપિયાનું નહીં પણ 1839.50 રૂપિયામાં મળશે. જ્યારે મુંબઈમાં તેની કિંમત 1482 રૂપિયાથી વધીને 1684 પર પહોંચી ગઈ છે અને ચેન્નઈની વાત કરીએ તો હવે તેનો ભાવ 1898 થઈ ગયો છે.
High-end Swiss IWC replica UK shop. Buy cheap fake IWC watches online. Luxury replica IWC on sale for men & women.