- શરીરમાં ઓક્સીજનનું લેવલ વધી જવાથી વધે છે સમસ્યા
- હાર્ટ ઝડપથી પંપિંગ કરવા લાગે છે અને નસમાં બ્લડ સપ્લાય અનિયમિત બને છે
- 50-70 ટકા સુધી બ્લોકેજ વાળા લોકોમાં સમસ્યા વધે છે
હાર્ટ એટેકના કારણે આજકાલ દેશમાં યુવાનોના મોત થઈ રહ્યા છે. આજના દિવસે એટલે કે 1 ઓક્ટોબરે ગુજરાતમાં 3 યુવકોના હાર્ટ એટેકના મોત થયા છે. સુરતમાં 35 વર્ષના યુવાનનું મોત, રાજકોટમાં 35 વર્ષના યુવાનનું મોત અને દાહોદમાં 39 વર્ષના યુવાનનું મોત હાર્ટ એટેકના કારણે નીપજ્યું છે. છેલ્લા 6 દિવસમાં 7 યુવાનોના હાર્ટ એટેકના કારણે જીવ લેવાયા છે. અનેક કિસ્સામાં તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કે પછી ક્રિકેટ કે ગરબા રમતા રમતા યુવાનોને હાર્ટ એટેક આવી જાય છે. આ કિસ્સા ડરાવનારા હોય છે.હાર્ટ એટેક જીવલેણ બની શકે છે. 2016થી લઈને 2022 સુધીમાં 20-30 વર્ષ સુધીના લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. દર વર્ષે 2 ટકા કિસ્સા વધે છે. જિમમાં વર્કઆઉટ કરનારામાં પણ હાર્ટ એટેક વધી રહ્યા છે. અનેક કિસ્સામાં તો મોત પણ જોવા મળી રહ્યા છે. તો જાણો કઈ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટ એટેકને ઘટાડી શકાય છે.
એક્સરસાઈઝ કરતી સમયે હાર્ટ એટેકનો ખતરો શા માટે વધે છે
મળતી માહિતિ અનુસાર ડાન્સ કરતી સમયે શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ વધે છે. તેની અસર હાર્ટ પર થાય છે. હાર્ટ ઝડપથી પંપ કરવા લાગે છે. નસમાં લોહીનો પ્રવાહ ઝડપથી વધે છે અને હાર્ટ સારી રીતે કામ કરી શકતું નથી અને એટેક આવે છે. 50-70 ટકા સુધીના બ્લોકેજવાળા લોકોમાં આ સમસ્યા વધી રહી છે. આ કારણે હાર્ટ એટેક પણ આવી રહ્યા છે.
હાર્ટની કરાવો તપાસ
મેડિકલ રિપોર્ટ અનુસાર હાલની લાઈફસ્ટાઈલ એવી બની છે કે હાર્ટ એટેક કોઈ પણ ઉંમરમાં આવી શકે છે. એવામાં તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. હાર્ટની સમયાંતરે તપાસ કરાવી લેવી. એન્ઝિયોગ્રાફીથી લઈને અનેક ટેસ્ટથી હાર્ટમાં બ્લોકેજની જાણકારી મળી રહે છે. એવામાં જો ટેસ્ટમાં બ્લોકેજ આવે છે તો એક્સસાઈઝના સમયે સાવધાની રાખો અને ડોક્ટરની સલાહ લો.
શું સાવધાની રાખશો
- અચાનક હેવી વર્કઆઉટ કરવાનું ટાળો.
- હંમેશા હળવી કસરતથી શરૂઆત કરો.
- કસરત સમયે બેચેની અનુભવાય તો તરત જ વર્કઆઉટ છોડી દો.
- સ્ટીરોઈડ લઈને હેવી વર્કઆઉટ કરવાનું પણ ટાળો.
- છાતીમાં થતા દર્દને હળવાશમાં ન લો અને ડોક્ટરની સલાહ લો.