- 6 ઇન્સ્ટા અકાઉન્ટ, 35 મોબાઇલથી ડ્રગ્સ રેકેટ ચાલતું હતું
- 35 મોબાઈલ નંબર, 35 જેટલા સરનામા મળી આવ્યા
- ડાર્ક વેબ પરના 2 વોલેટ પરથી 2 શકમંદ મળ્યા
અમદાવાદના શાહીબાગમાં ડ્રગ્સના આરોપી ઝડપાયા છે. જેમાં સાયબર ક્રાઈમને તપાસમાં મોટી સફળતા મળી છે. તેમાં 6 ઇન્સ્ટા એકાઉન્ટ, 35 મોબાઇલથી ડ્રગ્સ રેકેટ ચાલતું હતું. જેમાં 35 મોબાઈલ નંબર, 35 જેટલા સરનામા મળી આવ્યા છે. ડાર્ક વેબ પરના 2 વોલેટ પરથી 2 શકમંદ મળ્યા છે.
35 સરનામા સહિત સાઇબર ક્રાઇમને મહત્ત્વની કડીઓ મળી
35 સરનામા સહિત સાઇબર ક્રાઇમને મહત્ત્વની કડીઓ મળી છે. વિદેશથી આવેલાં ડ્રગ્સનાં પાર્સલની ડિલિવરી અંગે તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં 18 અમેરિકાથી, 1 કેનેડાથી, 1 થાઇલેન્ડથી પાર્સલ આવ્યું હતું. જેમાં ક્રિપ્ટો કરન્સીમાં લેવડદેવડ થઈ હતી તે વોલેટની તપાસ શરૂ કરવામાં આવી છે. શાહીબાગમાં ડ્રગ્સનું આ કન્સાઈમેન્ટ લેવા કોઈ આવ્યું ન હતું. તથા ડિલિવરી લેવા 2 વ્યક્તિઓ પોસ્ટ ઓફિસ આસપાસ ફરતા હતા. ત્યારે સાઈબર ક્રાઈમને માહિતી મળતાં CCTVના આધારે વોચ રખાઈ છે.
શંકાસ્પદ 35 મોબાઈલ નંબર તેમજ 35 જેટલા સરનામા મળી આવ્યા
અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશન મામલે સાયબર ક્રાઈમને તપાસમાં મોટી સફળતા મળી છે. તેમજ શાહીબાગની ગિરધરનગર બ્રિજ નીચેની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પકડાયેલા ડ્રગ્સના કેસ મામલેપોલીસને શંકાસ્પદ 35 મોબાઈલ નંબર તેમજ 35 જેટલા સરનામા મળી આવ્યા છે. વિદેશથી આવેલાં ડ્રગ્સનાં પાર્સલની ડિલિવરી કોને થવાની હતી તેની તપાસ શરૂ થઇ છે. સાઈબર ક્રાઈમને માહિતી મળતાં CCTVના આધારે વોચ રાખવામાં આવી હતી. તેમજ પોલીસે વોચ ગોઠવી હોવાથી કોઈપણ ઘડીએ તેમની ધરપકડ થઈ શકે છે.