- A અને B બ્લડ ગ્રુપના લોકોને હ્રદય રોગનું જોખમ વધારે
- આ ગ્રૂપ ધરાવતા લોકોમાં લોહી ગંઠાઈ જવાનું જોખમ વધારે હોય છે
- O બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોને હાર્ટ સંબંધિત રોગોની તકલીફ ઓછી રહે છે
સ્વસ્થ રહેવા માટે સૌથી વધારે હાર્ટને હેલ્ધી રાખવાનું જરૂરી છે. હાર્ટ શરીરનું સૌથી મહત્ત્વનું અંગ છે. તેમાં ખરાબી આવતા લોકો હ્રદય સંબંધિત બીમારીનો જલ્દી શિકાર બને છે. હાલમાં હાર્ટ એટેકનો ખતરો વૃદ્ધો જ નહીં પરંતુ યુવાનોમાં પણ વધી રહ્યો છે. આજે વિશ્વ હાર્ટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપણે જાણી લેવું કે કયા બ્લ્ડગ્રૂપના લોકોને હાર્ટનો ખતરો વધારે રહે છે.
બ્લડગ્રૂપ પણ બને છે બીમારીનું કારણ
ઉલ્લેખનીય છે કે હાર્ટ સંબંધિત રોગો જીવનશૈલી અથવા આનુવંશિકતા પર વધુ આધાર રાખે છે. જોકે ક્યારેક બ્લડ ગ્રુપ પણ તેના માટેનું એક કારણ બની શકે છે. તો જાણો કયા બ્લડ ગ્રુપને કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધારે છે.
શું કહે છે સંશોધન
બ્લડ ગ્રુપ અને હાર્ટ સંબંધિત બીમારીઓ પર કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે અમુક બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને હાર્ટ એટેકનો ખતરો વધારે હોય છે. રિસર્ચ અનુસાર A અને B બ્લડ ગ્રુપના લોકોને હ્રદય રોગનું જોખમ વધારે હોય છે. આ બંને બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં લોહી ગંઠાઈ જવાનું જોખમ વધારે હોય છે. આ જ કારણ છે કે આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને હ્રદયની બીમારીઓનું જોખમ વધારે હોય છે. રિસર્ચમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ગ્રુપના લોકો કરતા અન્ય બ્લડ ગ્રુપના લોકોને હાર્ટ ડિસીઝનું જોખમ વધારે હોય છે.
કયા લોકોને ઓછું જોખમ છે?
આ અંગે અમેરિકન હાર્ટ એસોસિએશનના નિષ્ણાતોનું કહેવું છે કે લગભગ 4 લાખ લોકો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે O બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોને હાર્ટ સંબંધિત રોગોની તકલીફ ઓછી હોય છે.અન્ય ગ્રૂપની સરખામણીમાં O બ્લડ ગ્રૂપ ધરાવતા લોકોને ઓછા હૃદય રોગના હુમલા અને હૃદય નિષ્ફળતાનું જોખમ 10 ટકા ઓછું જોવા મળ્યું છે.
સ્વસ્થ જીવનશૈલી
હૃદયની બીમારીઓથી બચવાનો માર્ગ એ છે કે સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરવું. તેથી, હેલ્ધી ડાયટ લેવાની સાથે વર્કઆઉટ કરવું પણ જરૂરી છે.