હવે આ નેવી અધિકારીઓનો જેલવાસ ઓછો કરી તેમનીસંપૂર્ણ મુકતીના પ્રયાસો થશે અને તેમાં સફળતાં પણ મળશે
ર૦ર3નું ઇસુનું વર્ષ વિદાય લઇ રહયુ છે. નવા વર્ષનો અરૂણોદય થઇ રહયો છે. સાથે સાથે ભારતનો પણ વિશ્વમાં ઉદય થઇ રહયો છે. ક્રુડ,ગેસ અને હથિયારો,વિમાનોની ગરજ માટે ભારતને હવે વિશ્વના દેશો દબાવી શકે એ દિવસો ભૂતકાળ બની રહયા છે. આપણ કટ્ટર દુશ્મન દેશ પાકિસ્તાન અને તેની જાસુસી એજન્સીની કાનભંભેરણી અને ભારતના વિદેશ ખાતાની ભુલ અને ભલમનશાહીને કારણે ભારતના આઠ નેવલ ઓફિસરોને કતારે સાચા ખોટા આરોપો સાથે ઝડપી તેમને મૃત્યુ દંડની સજા ફટકારી દીધી હતી. આ સજા એટલે ભારતના ગાલ ઉપર તમાચો કહેવાય. ગઇ કાલે કતાર ઘુંટણીયે પડયુ અને નેવીના આ આઠેઆઠ અધિકારીઓનો મૃત્યુ દંડ રદ કરવાની જાહેરાત કરી છે. આગળ હવે તેમની જેલ સજાની માફી અને સમય જતાં આ તમામ નેવી અફસરોને મુકત કરી ભારત લાવવાની સફળતા પણ મળશે. યાદ કરો પાકિસ્તાને વાયુદળના જાંબાઝ પાયલોઅભિનંદનને ખરોંચ પણ ન આવે તેમ ભારતને સુપ્રત કર્યા હતાં.
હવે સવાલ એ આવે કે કતારે મોટે ઉપાડે ભારતના નેવી ઓફિસરની મૃત્યુદંડની સજા કેમ માફ કરી ? જવાબ છે સીધી આંગળીએ ઘી ન નિકળે ત્યારે આંગળી વાંકી કરવી પડે. ભારતની કુટનીતિમાં પણ એવુ જ કંઇક થયુ.
મુદો એક : ભારતમાંથી કતારમાં જતી દવાના શીપમેન્ટમા વિલંબ થવા માંડયા. બંધ ન થઇ પણ જે દવા ત્રણ દિવસમા પહોંચતી હતી તે ત્રીસ દિવસે પહોંચવા માંડી
મુદો બે : ભારતનું ફુડ ગ્રેઇન એકસપોર્ટ બંધ ન થયુ પરંતુ ઘટી ગયુ. વિલંબે કતાર પહોંચવા માંડયુ.
મુદો ત્રણ : ભારત કતાર પાસેથી ભારતની જરૂરિયાતનો ૬૦ થી ૬૫ ટકા ગેસ ખરીદતું હતું. તે બંધ કરી રશિયાથી ખરીદી શરૂ કરી. એટલું જ નહિ ભવિષ્યની જરૂરિયાત માટે મોઝામ્બિકની એક ગેસ કંપનીનો મેજર સ્ટેક ખરીદી લીધો. સમજોને કે આ કંપની જ ખરીદી લીધી.
મુદો ચાર : કતારમાં ભારતનો ચારથી પાંચ લાખ લોકોનો લેબર ફોર્સ છે. આ લેબર ફોર્સને સેફ એકઝિટ આપવા માટે ઇઝરાયલ સાથે અને ઇટાલી સાથે સમજુતી થઇ. કતારના લેબરને ઓપ્શન અપાયો કે તમે આ દેશોમા રોજગારીની ગેરંટી સાથે માઇગ્રેટ થઇ શકો છો. આમ કતારને તેની ઓકાત બતાવવામા કુટનીતિજ્ઞોએ કોઇ કસર ન છોડી
કતારના અમીરને તેમની ભુલ સમજાઇ. ભારતની નિકટ આવેલા યુ.એ.ઇ. સાઉદી અરેબિયા વગેરેએ મધ્યસ્થી કરી અને ઓપરેશન નેવલ ઓફિસર પાર પાડયુ. તેમની મૃત્યુ દંડની સજા માફ કરાવી. થોડો સમય લેશે પણ ભવિષ્યમાં આ નેવી અફસરો છુટી જશે અને માનભેર ભારત પરત ફરશે એવુ પણ નિષ્ણાત સૂત્રો કહે છે.
આ નેવલ અફસરો ફસાયા હતાં તેમાં પણ ભારતની ભુલ હતી. પાકિસ્તાની જાસુસી સંસ્થાએ કતારની કાનભંભેરણી કરી હતી. એક કેસમાં ભારતે કતાર પાસે જરૂર કરતાં વધુ નરમાઇ રાખી હતી.કે ઘુંટણીયા ટેકવ્યા હતાં. આથી કતારના અમીરના મગજમાં થોડી રાઇ ભરાઇ ગઇ હતી. પણ તેમને ઇસુના પુરા થતાં વર્ષમાં કરૂણા ઉપજી ગઇ છે. નવા વર્ષોમાં ભારતના નેવી અફસરની જેલમુકિતના પ્રયાસો પણ થશે અને તેમની મુકિતની પણ આશા રાખવાની છે.