ગાંધીનગર
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં છૂટછાટ અપાયા બાદ આ મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો છે પરંતુ હવે ફરી એકવાર ગિફ્ટ સિટી ચર્ચામાં આવી છે. કહેવાય રહ્યું છે કે આગામી દિવસોમાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં નેશનલ ફિલ્મફેર એવોર્ડ સમારંભ યોજવા આજે મળનારી ગુજરાત ટુરિઝમ ની બેઠકમાં નિર્ણય લેવાશે.
આજની બેઠકમાં ગિફ્ટ સિટીમાં નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ સમારંભ યોજાઇ શકે છે જો આમ થશે તો હિન્દી ફિલ્મ જગતના સૌથી મોટો કહી શકાય એવો ફિલ્મ એવોર્ડ પહેલીવાર ગુજરાતની ધરતી પર ગિફ્ટ સિટીમાં યોજાશે. ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના વ્યવસાયિકો સાથે વાતચીત અને વિચારોના આદાન-પ્રદાન કરવાની તેમજ ફિલ્મ પ્રોડક્શનમાં ન્યુ ટ્રેન્ડ ટેકનોલોજી અને ટેક્નિક્સ વિશે જાણવાની તક મળશે સલમાન ખાન કિઆરા અડવાની ઉપરાંત ઘણા બોલીવુડ સેલેબ્સ આપશે દમદાર પરફોર્મન્સ તેના પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં પણ વધારો થશે. જોકે આ ફિલ્મફેર એવોર્ડ ગાંધીનગરમાં આવેલ મહાત્મા મંદિર ખાતે યોજવાનો હતો પરંતુ હવે તે ફિલ્મ ફેર એવોર્ડ ગિફ્ટ સિટીમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે આગામી 28મી જાન્યુઆરીએ ફિલ્મ ફેર એવોર્ડ યોજમાં તૈયારીઓ પણ કરવામાં આવી રહી હોય સામે આવી છે. કરોડોના ખર્ચે ગિફ્ટ સિટીમાં ફિલ્મ ફેર એવોર્ડ યોગા છે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે