- દહીં અને ફ્રૂટ્સને સાથે ખાવાથી પાચનની સમસ્યા વધે છે
- શરદી-ખાંસી અને પેટની સમસ્યા હોય તો દૂધ અને કેળું સાથે ન ખાવું
- દહીં અને મૂળાનું સેવન પણ એકસાથે કરવાનું ટાળવામાં આવે તે યોગ્ય છે
હેલ્ધી રહેવા માટે પોષક તત્વોથી ભરપૂર ચીજો ખાવાનું જરૂરી હોય છે. સાથે જ એ પણ જરૂરી છે કે તેને યોગ્ય રીતે ખાઈ લેવામાં આવે. તેમાં પણ મોટાભાગે લોકો એક્સપરિમેન્ટ કરતા રહે છે અને સાથે અનેક ચીજોનું કોમ્બિનેશન કરીને નવી ડિશ તૈયાર કરતા રહે છે. આ પછી તેઓ અચાનક બીમાર થઈ જાય છે અને પછી તેમને તેના માટેનું કારણ શોધવામાં સમસ્યા આવે છે. કેટલાક ફૂડ કોમ્બિનેશન ફાયદો આપે છે તો કેટલાક નુકસાનદાયી પણ સાબિત થાય છે.
કઈ વસ્તુઓ સાથે ખાવી અને કઈ નહીં
સારી હેલ્થ માટે જરૂરી છે કે જે ફૂડ્સને તમે સાથે મિક્સ કરીને ખાઓ છો તેની જાણકારી પણ રાખો. મોટાભાગના લોકોને લાગે છે કે 2 પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓને સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો ભરપૂર પ્રમાણમાં ન્યૂટ્રિશન મળી શકે છે. કેટલાક એવા ફૂડ્સ પણ છે જે પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં તેને સાથે ખાઈ શકાતા નથી.
દહીં અને ફૂટ્સ
લોકો દહીંમાં અનેક ફ્રૂટ્સ મિક્સ કરે છે. પણ એક વાતનું ધ્યાન રાખવું કે તેમાં ક્યારેય ખાટા ફળ મિક્સ કરવા નહીં. દહીં અને ફળનું કોમ્બિનેશન સારું માનવામાં આવતું નથી. તેનાથી તમને પાચન સંબંધી સમસ્યાની સાથે એલર્જી થઈ શકે છે.
દૂધ અને કેળું
બનાના શેક અનેક લોકો પીએ છે. આ બંને ચીજો એટલે કે કેળું અને દૂધ આ સમયે પૌષ્ટિક માનવામાં આવે છે પણ ક્યારેક તે નુકસાન કરી શકે છે. બનાના શેક કેલેરીથી ભરપૂર હોય છે. બંનેને સારી રીતે મિક્સ કરીને પીવું આયુર્વેદમાં નુકસાનદાયી માનવામાં આવે છે. જેમને શરદી-ખાંસી કે પછી પેટ સંબંધી મુશ્કેલીઓ છે તેઓએ ભૂલથી પણ આ બંને ચીજોને સાથે ખાવી નહીં.
દહીં અને મૂળા
અનેકવાર લોકો મૂળાના પરાઠા દહીં સાથે ખાય છે. આ સમયે તેનું રાયતું પણ બનાવી લેતા હોય છે. પણ દહીં અને મૂળાનું કોમ્બિનેશન હેલ્થને માટે સારું માનવામાં આવતું નથી. આ બંને ચીજોને સાથે મળીને ખાઈ લેવામાં આવે તો હેલ્થ માટે નુકસાન થઈ શકે છે.