- સલીમ ઘાંચી વિરુદ્ધ કોર્ટનો આદેશ
- ઘાંચી નગરપાલિકા કોર્પોરેટર વિરુદ્ધ કાર્યવાહી
- કોર્ટના વોરંટ પર પોલીસે કરી ધરપકડ
વડોદરાના ડભોઈમાં એક મહત્વની જાણકારી સામે આવી છે. ડભોઈ નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર સલીમ ઘાંચી વિરુદ્ધ કોર્ટે એક મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે સુનાવણીમાં અવારનવાર હાજર ન રહેતા સલીમ વિરુદ્ધ ધરપરડ વોરંટ ઈસ્યુ કર્યું હતું, જેના પગલે પોલીસે અપક્ષ કોર્પોરેટરની ધરપકડ કરી છે.
સેશન્સ કોર્ટનો આદેશ
ડભોઈ નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર સલીમ ઘાંચી વિરુદ્ધ સેશન્સ કોર્ટે મોટી કાર્યવાહીના આદેશ આપ્યા છે. સલીમ ઘાંચી વિરુદ્ધ કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું, જેના અન્વયે પોલીસે તેની ધરપકડ કરી જેલની પાછળ ધકેલ્યો છે. મહત્વનું છે કે આ મામલો 1995ના દુષ્કર્મ કેસને સંબંધિત છે. સલીમ ઘાંચી પર એક મહિલા સાથે 1995માં દુષ્કર્મ કર્યો હોવાનો આરોપ છે. જેની સુનાવણી સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. પરંતુ સલીમ ઘાંચી અવારનવાર કોર્ટમાં ગેરહાજર રહેતો હતો. કોર્ટની તારીખોમાં હાજર ન રહેતા અંતે કોર્ટે આ આદેશ આપ્યો હતો.
સલીમ ઘાંચી વિરુદ્ધ ફરિયાદ
1995ના દુષ્કર્મ કેસના 3 આરોપી પૈકી સલીમ ઘાંચી એક આરોપી છે. તે અગાઉ પણ અનેક વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. અપક્ષ ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 3માંથી તેણે ચૂંટણી લડી હતી અને તે ચૂંટણી જીતતા કોર્પોરેટર બન્યો હતો. હાલમાં સલીમની ધરપકડ કરી તેને સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે. હવે પોલીસ તેને લઈ આગળની કાર્યવાહી હાથ ધરશે.
આરોપીની ધરપકડ કરાઈ
મહત્વનું છે કે કોર્ટની સુનાવણીની તારીખોમાં હાજર ન રહેવું તે કોર્ટની અવમાનના સમાન ગણાય છે, જેના પગલે કોર્ટ જે તે સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ વોરંટ ઈસ્યુ કરી શકે છે. સલીમ ઘાંચી વારંવાર કોર્ટ સુનાવણી દરમિયાન હાજર ન રહેતા અંતે કોર્ટે આ જ પ્રકારની કાર્યવાહી તેના વિરુદ્ધ કરી છે અને તેને જેલમાં જવાનો વારો આવ્યો છે.