મોરબી પોલીસે અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૮ ફીરકા સાથે ત્રણની ધરપકડ
Share
SHARE
મોરબી જીલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ગેરકાયદેસરના વેપલા કરતા દુકાન ધારકો ઉપર મોરબી જીલ્લા પોલીસે લાલ આંખ કરી છે. જેમાં ટંકારામાં બે તથા મોરબી તાલુકાના ધરમપુર ગામે એક પતંગ સ્ટોલમાં દરોડો પાડી પ્રતિબંધિત ઘાતક ચાઈનીઝ દોરીના કુલ ૮ નંગ ફીરકા કબ્જે લઇ ત્રણ સ્ટોલધારકની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં પ્રથમ દરોડામાં મોરબી તાલુકાના ધરમપુર ગામના ઝાંપા પાસે આવેલ પતંગ સ્ટોલમાં દરોડો પાડી સ્ટોલ ધારક રાહુલભાઇ દેવજીભાઇ વરાળીયા ઉવ.૨૫ રહે-રણછોડનગર મોરબી-૦૧ મુળરહે-ત્રાજપર તા.જી.મોરબીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મોનોસ્કાયના ૨ નંગ ફીરકા સાથે ઝડપી લઇ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજા દરોડામાં ટંકારાની લતીપર ચોકડી પાસેથી આરોપી સદામ કરીમભાઈ શેખ ઉવ-૧૯ રહે- ટંકારા, ૧૦૦ વારીયા પ્લોટમા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૧ નંગ ફીરકા સાથે મળી આવતા તેની અટક કરી ટંકારા પોલીસ મથકમાં અધિક જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે ત્રીજા દરોડામાં ટંકારાની લતીપર ચોકડી પાસે આવેલ સંજરી સીઝન સ્ટોરમાં પોલીસે દરોડો પાડી જીવલેણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૫ નંગ ફીરકા સાથે સ્ટોલ ધારક ગફારભાઇ કાસમભાઇ ભુંગર ઉવ.૫૫ રહે. ટંકારા, સંધીવાસ, ખાટકી શેરીની ધરપકડ કરી ટંકારા પોલીસ મથકમાં આરોપી સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.