ગાંધીનગર લોકસભા વિસ્તારના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત નિશુલ્ક આહાર કેન્દ્રની ભારત સરકારના કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનોને ભોજન પીરસ્યું હતું તેમજ સંવાદ કર્યો હતો. ઉપરાંત તેઓએ દર્દીઓના સગા સાથે બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું. અમિત શાહના મતવિસ્તાર ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો માટે કરાયેલી ભોજનની સુંદર વ્યવસ્થા જોઈ અજય મિશ્રાજીએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ તકે ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી મયંક નાયક, ધારાસભ્ય રીટા પટેલ, મેયર હિતેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ, મહામંત્રીઓ, સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.