ભારતીય સંગીત કળા ની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળી રહે તેવા ઉમદા હેતુથી ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મન મંદિર ફાઉન્ડેશન દ્વારા સેક્ટર 1 ખાતે ભવ્ય ‘નાદ બ્રહ્મ’ કલા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે. જેનું ખાતમુહૂત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ હસ્તે કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું પ્લોટ મન મંદિર ફાઉન્ડેશનની ભેટ સ્વરૂપે આપેલ હતો જ્યાં ભવ્ય ‘નાદ બ્રહ્મ’ કલા કેન્દ્રનું નિર્માણ થશે.
ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મન મંદિર ફાઉન્ડેશન દ્વારા સેક્ટર 1 ખાતે ભોવ્યાથી ભવ્ય ‘નાદ બ્રહ્મ’ કલાકેન્દ્ર નું નિર્માણ કરવામાં આવનાર છે. જેનું આજરોજ મુખ્યમંત્રી તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષના હસ્તે ખાતમુહૂત કરવામાં આવ્યું હતું. નાદ બ્રહ્મ કલા કેન્દ્ર અધ્યતન સુવિધાઓથી સુશજ હશે જેમાં 200 વ્યક્તિની ક્ષમતા સાથેનું થિયેટર, બે પ્લેટ બોક્સ થિયેટર, સંગીત અને નૃત્ય શીખવા 12 થી વધુ બહુ ઉદ્દેશ્ય વર્ગ, અભ્યાસ અને સાધના માટે પાંચ પર્ફોર્મિંગ સ્ટુડિયો, એક ઓપન થિયેટર, દિવ્યાંગો માટે વિશેષ સેન્સોરિયલ ગાર્ડન, આઉટડોર મ્યુઝિકલ ગાર્ડન, આધુનિક લાઇબ્રેરી સંગીત ઇતિહાસને પ્રદર્શિત કરતું સંગ્રહાલયનો સમાવેશ થાય છે. આગામી સમયમાં ‘નાદ બ્રહ્મ’ કલાક કેન્દ્ર સંગીત કલાક ક્ષેત્રની ગતિવિધિ માટેનું વિશિષ્ટ કેન્દ્ર બની રહેશે આ ઉપરાંત કેપિટલ અને ફાઈનડાઈન રેસ્ટોરન્ટ પણ કેમ્પસમાં કાર્યરત રહેશે આ ખાતમુરત કાર્યક્રમમાં ધારાસભ્ય રીટા પટેલ, મેયર હિતેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ. મન મંદિર ફાઉન્ડેશનના અગ્રણીઓ, કલા રસીકો, શહેર સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.