રાજ્યના વર્ગ ત્રણના કર્મચારીઓએ પણ તેમની મિલકતો જાહેર કરવી પડશે. મળતી જાણકારી અનુસાર, સામાન્ય વહીવટ વિભાગે કરેલા પરિપત્ર પ્રમાણે આ વર્ગના કર્મચારીઓએ પણ નિયમોનું પાલન કરવું પડશે. તેમણે દર વર્ષે મિલકતો જાહેર કરવાની રહેશે. વર્ગ-3ના કર્મચારીઓએ પણ મિલકત પત્રક ભરવાનું રહેશે.
આ કર્મચારીઓએ 15 મે સુધીમાં કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત પોતાની મિલકતોની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે. રાજ્યમાં આઈએએસ, આઈપીએસ,અને આઈએફએસ અધિકારીઓ દર વર્ષે તેમની મિલકતો જાહેર કરે છે. એવી જ રીતે સરકારમાં ફરજ બજાવતા વિવિધ વર્ગના કાયમી અધિકારીઓ અને કર્મચારીઓએ પણ મિલકતો જાહેર કરવાની રહેશે. વર્ગ-3ના કર્મચારીઓએ પોતાની વાર્ષિક આવક દર્શાવવી પડશે. તેમણે કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત મિલકત-આવકની માહિતી ભરવાની રહેશે. સામાન્ય વહીવટ વિભાગે સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવા અંગેનો પરિપત્ર જાહેર કર્યો હતો.