ભારતિય જનતા પાર્ટીના તામિલનાડુના પ્રદેશ પ્રમુખની દેશભરમાં ચર્ચા છે
કે.અન્નામલાઇ. ઉમર 3૯ વર્ષ. જન્મતારિખ ૪ જુન ૧૯૮૪.શિક્ષણ આઇ.આઇ.એમ. આઇપીએસ બની ૯ વર્ષ પોલીસ અધિકારી તરીકે સેવા આપી. ર૦ર૧માં ભારતિય જનતા પાર્ટી જોઇન કરી. હાલ તામિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ છે.સામાન્ય રીતે ભારતમાં પોલિટિશયનોને વિલન તરીકે ચિતરવાની ફેશન છે. પોલિટિકસમાં આવે છે તે પૈસા બનાવવા અને પાવર માટે પોલિટિકસ સારૂ છે એવી એક મિડિયા મીથ છે. પરંતુ કે.અન્નામલાઇ આજે ભારતના મિડિયામાં ગુંજતું નામ થઇ ગયુ છે. દક્ષિણ ભારત ખાસ કરીને તામિલનાડુનો એક ઉભરતો ચહેરો બની ગયો છે. તેને જરા અલગથી નિહાળવો છે. ખાસ કરીને જે યુવાનો ૧૯૮૪ બાદ જનમ્યા છે તેને કે.અન્નામલાઇ નામના યુવાનનો નિકટનો પરિયચ આપવો છે.
કે.અન્નામલાઇને એક મિડિયા મુલાકાતમાં ઉપસ્થિત યુવાનો પ્રશ્ન પૂછયો. તમે એન્જિનિયરીંનું ભણ્યા.એન્જિનિયર ન બન્યા. તમ આઇ.પી.એસ. બન્યા. નવ વર્ષ સુધી આઇ.પી.એસ.માં જુદા જુદા શહેરોમાં નોકરી કરી. તમે આઇ.પી.એસ.ની નોકરી છોડી દીધી.હવે તમે પોલિટિકસમાં આવ્યા છો. તમે પોલિટિકસમા કાયમી રહેશો ? એ યુવાન બોલ્યો નહોતો. પરંતુ તેના સવાલ પાછળનો સવાલ એ હતો કે તમે વારંવાર એક જગ્યાએથી કુદકા મારો છો તો તમારો ઇરાદો શું છે ? અમે તમારો પોલિટિકસમાં ભરોસો કેમ કરી શકીએ. ? આ સવાલ કોઇ સફળ પોલિટિયનને અથવા સ્ટાર પોલિટિશિયનને થયો હોત તો તેનો જવાબ ડિપ્લોમેટિક મળ્યો હોત. ના હવે હું કાયમ પોલિટિકસમાં રહીશ. પરંતુ કે અન્નામલાઇએ સૌ પ્રથમ સવાલ કરનારને હમ્બલી થેંકયુ કહયુ. સાથે એ પણ કહયુ કે ખુબ સારો સવાલ છે. હવે તેમનો જવાબ હતો એ વધુ ગંભીરતાથી અને કદાચ પ્રમાણિકતાથી અપાયેલો જવાબ હતો. જાહેર મંચ ઉપર અને કોઇ નેશનલ ચેનલ ઉપર આવો જવાબ કોઇ પોલિટિશયન આપતાં હોય એવુ ઓછુ બને. કે.અન્નામલાઇએ કહયુ કે, હું તામિલનાડુના એક ગામડામાંથી આવ્યો છુ.મારા માતા-પિતા ખેડૂત છે.તેઓ અન્ડરગ્રેજયુએટ છે. હું અભ્યાસક્રમમાં ખુબ તેજસ્વી નહોતો. દસમા ધોરણ અને બારમા ધોરણ સુધી મને ખબર નહોતી કે હું શું કરીશ. કારણ કે મારુ એકસપોઝર નહોતું. મેં એન્જીનિયરીંગમાં પ્રવેશ લીધો ત્યારે પણ મને ખાસ ખબર નહોતી કે હું જીંદગીમાં શું કરીશ. પરંતુ મને ખબર પડી કે હું કદી ડોકટર નહી બની શકુ. મારે કદી એન્જીનિયર નથી બનવું. આથી મેં સેવા ક્ષેત્ર ઉપર નજર દોડાવી. આઇ.પી.એસ. બન્યો. નવ વર્ષ સેવા કરી. એ દરમિયાન મેં જાણ્યુ કે આ દેશમાં રાજકારણ એ એક એવું ક્ષેત્ર છે જયાં સેવા માટે સૌથી વધુ તક છે અને તેનાણી પણ વધુ સામાન્ય ઘરના લોકોને રાજકારણમાં કારકિર્દી બનાવવી એ પડકાર છે. તામિલનાડુમાં તો ખાસ. મારી અંદર લોકસેવા અને પબ્લીક કનેકટનો જે ફોર્સ હતો તેને એક રાજકિય નેતા સાથેની મારા પ્રવાસ દરમિયાન વધુ આગ મળી. ત્યાર બાદ ર૦ર૧માં હું ભાજપ સાથે જોડાયો.
કે.અન્નામલાઇ આજે તામિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ છે. જે રીતે કર્ણાટકમાં પી.એમ. મોદી યુવા નેતા તેજસ્વી યાદવની સરાહના કરે છે. એ જ રીતે તામિલનાડુની એક જાહેરસભામાં વડાપ્રધાને હજારો લોકોની હાજરીમાં કે.અન્નામલાઇની પીઠ થપથપાવી હતી. પ્રગતિશીલ રાજકારણનો ચહેરો બનેલા કે. અન્નામલાઇની તામિલ અસ્મિતાને લઇને કન્યાકુમારીથી કરવામાં આવેલી યાત્રાને રાહુલ ગાંધીની યાત્રા સાથે સરખાવવામાં આવે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં કે.અન્નામલાઇની આગેવાનીમાં ભાજપને દક્ષણીમાં ૧૪૦ સીટમાં મોટો હિસ્સો મળવાની આશા છે. જાહેર મંચ ઉપર કે.અન્નામલાઇ કહે છે કે તામિલનાડુમાં ભાજપ પ૦૦ ટકા ગ્રોથ કરશે. તેની બેઠકોમા વધારો થશે. સનાતન ધર્મ વિષે તામિલનાડુમાં ડી.એમ.કે. અને અને એ.ડી.એમ.કે.એ જે ભ્રમ ઉભો કર્યો હતો તે ભ્રમને તોડવા માટે અન્નામલાઇને ક્રેડિટ આપવામાં આવે છે. લેફટ નેરેટિવ્સને આઉટડેટેડ ગણાવતાં કે. અન્નામલાઇ કહે છે કે પી.એમ. મોદી ભારતિય પોલિટિકસને નવી દિશા આપી છે. પ૦ વર્ષથીઅ દેશમાં જે પરિવાર સતા ઉપર હોય તેને જ વડાપ્રધાન બનવાનો અધિકાર છે એ ભ્રમણા વડાપ્રધાને તોડી છે. મારા જેવા ખેડૂત પુત્રને પણ રાજકારણમાં એટલું જ સ્થાન છે. વગેરે વગેરે સ્પષ્ટ વિચારોથી અન્નામલાઇ સરેરાશ રાજકારણીથી જુદા પડે છે. ખાસ કરીને યુવાનોના જવાબમાં તેની પ્રમાણિકતા નજરે પડે છે. સાઉથમાં હિરો અને રાજકારણીને ભગવાન બનવી દેવામાં આવે છે. એ કહે છે કે મને ભગવાન ન બનાવો. હું પ્રદેશ પ્રમુખ છું એટલે મિડિયામા ચમકુ છું. પરંતુ મારી યાત્રામાં મારા કરતાં પણ તેજસ્વી યુવા કાર્યકરોએ સાથ આપ્યો એટલે હું અહીં છું. એ કહે છે મને પણ સામાન્ય ભારતિયની માફક મારા પરિવાર સાથે હોટલમાં જવાનું મન થાય છે. હું પણ તમારી જેમ ભુલ કરી શકું. પરંતુ એક બાબત પાકકી છે કે હું રાજકારણમાં સી.એમ. કે પી.એમ. બનવા નથી આવ્યો. રાજકારણથી સમાજમાં મોટો ચેન્જ લાવી શકાય એટલે મેં આ ક્ષેત્ર પસંદ કર્યુ છે.
દેશમાં એક બાજુ ઉતર ભારતમાં મુખ્તાર અન્સારી જન્નત નશીન થાય ત્યાર બાદ તેના કુકર્મોની દહેલાવી દયે એવી કથાઓ બહાર આવે. ત્યારે બીજી બાજુ દક્ષિણમાં યુવાનોને પોલિટિકસમાં પણ ઘણુ સારુ કરી શકાય. સામાન્ય લોકોને પણ તેજસ્વીતા અને કમીટમેન્ટ સાથે આગળ વધી શકાય. સેવાનું ધ્યેય હોય તો પણ રાજકરણમાં અવી શકાય એવુ ઉદાહરણ પુરુ પાડતો એક યુવા નેતા ઉભરતો દેખાય ત્યારે ફરી એક વખત કંઇક સારુ થાય છે તેની આશા બંધાય છે
ખાસ કરીને કે.અન્નામલાઇને જજ ન કરીએ તો એક વાત ઉપર તેના ઓવારણા લેવા પડે. જે યુવાનોને મા-બાપે મોંઘી દાટ ફી ભરીને ભણાવ્યા છે. તેઓ તેમના અભ્યાસકાળમાં જ કયાં સેટ થઇ શકે તેમ છે? તેનું મનોમંથન કરી દિશા નકકી કરી લ્યે. તમે અન્નામલાઇની માફક એન્જિનિયરીંગની ખોટી ગાડીમાં ચડી ગયા હો અને તમને પોલિટિકસ,સ્પોર્ટસ,આર્ટ,બિઝનેશ કોઇ પણ બાબતમાં રસ હોય તો હિંમત પૂર્વક તમારો નિર્ણય લઇને આગળ વધો. તમારા જીવન પ્રત્યે સ્પષ્ટ બની જાઓ. સંભવ છે કે દેશના વડાપ્રધાન જેમ કોઇ મોટા નેતા ભવિષ્યમાં અન્નામલાઇની માફક તમારી પીઠ પણ થપથપાવી શકે.પીઠ નહિ થપથપાવે તો પણ એક બાબત તો ચોકકસ તમને સંતોષ આપશે કે તમને તમારા મનગમતાં ફિલ્ડમાં કદી રીગ્રેટ નહિ થાય. તમે ઢસરડાં કરતાં હો તેવુ કદી નહિ લાગે. એ લગાવ પૂર્વકની મહેનત તમને આગળ કયારે લઇ જશે એ નહી કહી શકાય. પરંતુ એ ચોકકસ કહિ શકાય કે કોઇ ને કોઇ દિવસ તમારું કિસ્મત ચમકાવશે. બસ અન્નામલાઇની માફક.