મમતા,જગન રેડ્ડી,ચંદ્રશેખર રાવ અને નવીન પટનાયક સાથે પી.એમ.
અમિત શાહની મુલાકાતો બની ચર્ચાનો વિષય :પાણી પહેલાં પાળ બનાવવાની રાજનીતિ
ચોથા તબકકા બાદ 3૮૦માંથી ભાજપને ર૭૦ સીટ મળશે : અમિત શાહ
રાજકારણ સંભાવનાઓ અને શકયતાઓનો ખેલ છે. દેશમાં લોકસભાની ચૂંટણીના ચાર તબકકા પૂર્ણ થયા બાદ ગૃહમંત્રી અમિત શાહે એવો દાવો કર્યો છે કે,ચાર તબકકાના મતદાન બાદ કુલ 3૮૦ બેઠકમાંથી ર૭૦ બેઠક પી.એમ.મોદી જીતી ચુકયા છે. કુલ પ૪ર બેઠકમાંથી ર૭૦ બેઠક ભાજપના ખીસ્સામાં અત્યારથી આવી ગઇ હોય તો હવે બાકીની બેઠકોમાંથી ભાજપને માત્ર બે જ બેઠક જીતવાની ચિંતા રહે. જો કે દેશના ભાજપ શાસિત રાજયો,હિન્દી બેલ્ટ,પંજાબ,મહારાષ્ટ્ર,હરિયાણા વગેરેથી મિશ્ર અહેવાલ આવે છે. ભાજપ જેટલા પોઝિટિવ રિઝલ્ટની રાહ જુએ છે અથવા આત્મવિશ્વાસમાં છે એટલા ગ્રાઉન્ડ ઝિરો રિપોર્ટ નથી આવતાં.
વડાપ્રધાના અદાણી અંબાણીના અંગેના રાહુલ ગાંધી કોંગ્રેસને અંગે નાણાના ટેમ્પાના વિધાનો, અમિત શાહનું શેર બજાર અંગેનું વિધાન વગેરે કેટલાક પેરામિટર્સ બતાવે છે કે આંતરપ્રવાહો વધુ તેજ છે. આ બાબતો વચ્ચે છેલ્લા થોડા દિવસોથી અમિત શાહ અને મોદીજીની ચાર રાજયોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક અને સબંધો મધુર બનાવવાની કવાયત થઇ રહી હોવાના અહેવાલો વહેતાં થયા છે. જેમા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વડાપ્રધાનને અને અમિત શાહને દિલ્મીમાં મળ્યા હતાં.તેલંગાણાના મુખ્યમંત્ર ચંદ્રશેખર રાવ અને વડાપ્રધાન તથા અમિત શાહ વચ્ચે બેઠક થઇ ગઇ હોવાની તસવીરો બહાર આવી છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડી અને મોદીજી વચ્ચે બેઠક થઇ હોવાના અહેવાલો છે. જયારે ઓડિશાના મુખ્યમંત્રી બીજુ પટનાયક અને પીએમઓ વચ્ચે તો હોટલાઇન છે. અને બીજુ પટનાયક સાથે મોદીજીના સબંધો મધુર હોવાનું કહેવાય છે. આવા તુમુલ યુધ્ધ વચ્ચે વિરોધ પક્ષના મુખ્યમંત્રીઓ સાથે બેઠકોની પહેલ અને સુમધુર સબંધો બાંધવાની પહેલ શા માટે ? કહેવાય છે કે પરિણામો વિપરીત આવે તો બેઠકો ઘટે તો ગઠબંધન કરવા અથવા બહારથી ટેકો લેવા માટે પણ તમામ વિકલ્પો ખુલ્લા હોવા જોઇએ.
આ ચારમાંથી ત્રણ મુખ્યમંત્રીઓ સામે અથવા તેમના પરિવારના સભ્યો સામે ઇ.ડી. ઇન્કમટેકસ,સી.બી.આઇ. સહિતના કેસો છે. મમતા બેનર્જીનો ભત્રીજો,ભત્રીજા વહુ, સામે કાર્યવાહિ ચાલે છે. ચંદ્રશેખર રાવની દિકરીને જેલમાં મોકલવાની જ બાકી છે. તમામ કેસ તૈયાર છે. જગન રેડ્ડી ખુદ ભ્રષ્ટાચારના કેસોમા ફસાયેલા છે. આ તમામની સાથે સમાધાન કહો કે ફરજ કહોની ઓફર હોવાના વિપક્ષી આક્ષેપો છે. સેફ પેસેજના બદલામાં ભાગીદારીની ફોર્મ્યુલા પ્લાન બી તરીકે તૈયાર કરવામાં આવતી હોવાનું રાજકિય નિષ્ણાતોની લોબીમાં ચર્ચાય છે. કેટલાક રાજયોમાં તો આ માટે ભાજપ એનડીએ સામે તગડી ફાઇટ ન આપવા પણ ઓફર થઇ હોવાની વાતો વહેતી થઇ છે. આવી વાતોના કોઇ પૂરાવા નથી હોતા. પરંતુ રાજકારણ પ્રવાહિ બન્યુ છે.
ભાજપ કદાચ વિપક્ષોના દાવા કરતાં વધુ બેઠકો મેળવી જાય અને ગત વખત જેટલી સરસાઇ મેળવી લ્યે તો આ વાતો હવામાં રહી જશે. પરંતુ ભાજપને અપેક્ષા મુજબ બેઠક ન મળી તો આ ચાર મુખ્યમંત્રી સાથે શામ,દામ,દંડ,ભેદની રાજનીતિથી આંતર બાહ્ય ટેકો મેળવવા ચક્રો ગતિમાન થઇ રહયા હોવાનું પાટનગરના રાજકિય વર્તુળોમાં ચર્ચાઇ રહયુ છે.
ચાર તબકકાની ચૂંટણી બાદ જે ચિત્ર સામે આવી રહયુ છે તેમાં ત્રણ શકયતા છે. સૌ પ્રથમ શકયતા ભાજપની બહુમતીની છે. તેમને કોઇનો ટેકો લેવો નપડે. આસાનીથી 3૦૦ બેઠક પાર કરી જાય. બીજી શકયતા જે વધુ બળવતર છે. ભાજપ રપ૦ થી ર૭૦ બેઠક વચ્ચે એનડીએ સહિત અટકી જાય. કારણ કે તેમના સાથી 3૮ પક્ષોમાંથી મોટા ભાગના પાસે એક પણ બેઠક નથી. આવા સંજોગોમાં ખીચડી સરકાર કે ટેકાની સરકાર અથવા હંગ પાર્લામેન્ટ કહેવાય એવી શકયતા પણ છે. આવુ થશે તો નાની પાર્ટીઓના દિવસો ફરી આવશે. ઉપરોકત ચાર રાજયોના મુખ્યમંત્રીઓ પણ તેમના રાજકિય હિસાબો પૂરા કરવા આવા દિવસોની જ રાહ જોતા હોય તેવું લાગે છે.
ત્રીજી અને આખરી શકયતા ઇન્ડી ગઠબંધનની છે. જો ઇન્ડી ગઠબંધનને ટેકનાની જરૂર પડશે તો મોદી વિરોધી તમામ રાજય સરકારો અને સ્થાનિક પક્ષો ટેક આપવા આતુર હોવાની શકયતા છે. કારણ કે તેમાં હરિફાઇ છે. રિવેન્જ નથી.