અન્ના આંદોલનનું ફુલ હવે આમ આદમી પાર્ટી માટે અગનશિખા બન્યુ છે
સ્વાતિ માલિવાલને આમ આદમી પાર્ટીના રાજયસભાના સાંસદ તરીકે રાજીનામુ
આપવાનું કહેતાં સમગ્ર મામલો સળગ્યો છે
દિલ્હીની હવામાં જ સતા છે. અહિં કોઇ પણ મંઝિલ ઉપર લોકો બે કદમ ચાલે એટલે આપોઆપ તેમના કદમ સતાના ગલિયારા ભણી ચાલવા માંડે. દિલ્હીની હવા પિતા પુત્રના સબંધ નથી જોતી. બહાદુરશાહ ઝફરથી કોઇ મોટુ ઉદાહરણ દિલ્હી અને ભારતમાં નથી. આજે બેન સ્વાતિ માલીવાલની વાત કરવી છે. સ્વાતિ માલીવાલ એટલે આમ આદમી પાર્ટીના રાજયસભાના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ ચેરમેન. આ સ્વાતી માલીવાલે આજે દિલ્હીની સિવિલ લાઇન્સ પોલીસમાં સતાવાર રીતે ફરિયાદ નોંધાવી દીધી છે. ગત સોમવારે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા સી.એમ.ના સતાવાર નિવાસસ્થાને ગયા હતાં ત્યારે તેમની ઉપર અરવિંદ કેજરીવાલના અંગતમદદનિશ બિભવકુમારે હુમલો કર્યો હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સતાવાર નિવાસના ડ્રોઇંગરૂમમાં સ્વાતિ માલીવાલ બેઠા હતાં ત્યારે જ બિભવકુમારે ઢીકા પાટુનો માર માર્યો હતો. ફડાકા ઝિંકયા હતાં. સ્વાતી માલીવાલે એ જ સમયે પી.સી.આર.ને ફોન કર્યો હતો. ત્યાર બાદ દિલ્હી સિવિલાઇન્સ પોલીસમાંથી સ્વાતી માલીવાલને મદદ માટે ફોન ગયો હતો. ખુદ સ્વાતી પણ દિલ્હી સિવિલલાઇન્સ પહોંચ્યા હતાં. જો કે, તેમણે એ સમયે ફરિયાદ નોંધાવી નહોતી.
આ ફેકટ બાદ કેટલીક બિટવીન ધ લાઇન્સ જે જાહરે નથી થયા અથવા લોકો સુધી ભીતરની વાત નથી પહોંચી એ કરીએ. સ્વાતી માલીવાલ અચાનક ગુગલ ઉપર સૌથી વધુ સર્ચ થતુ નામ કેમ બની ગયુ ? સ્વાતી માલીવાલનો ટુંકો પરિચય આપીએ તો એ અન્ના આંદોલનના એક એકટિવિસ્ટ છે.તેમણે જંતર મંતર ખાતે ભૂખ હડતાલ કરી છે. બળાત્કાર પિડિતાઓ માટે દિલ્હીમાં ખુબ એકટિવિઝમ કર્યુ છે. ડી.સી.ડબલ્યુના પૂર્વ અધિકારી તરીકે તેમણે સોશિયલ એન્જિનિયરીંને ખુબ સારી રીતે સમજયુ છે. નાની વયે જ પ્રગતિનો પથ પકડયો છે. તેમણે એક બાદ એક મકામ હાંસલ કર્યા છે. તેઓ દિલ્હી મહિલા આયોગના ચેરમેન રહી ચુકયા છે. કહેવાની જરૂર નથી કે અરવિંદ કેજરીવાલ એક એકટીવીસ્ટમાં ભાવિ રાજકિય મહિલા નેતાનું પોટેન્શિયલ પારખી ગયા હતાં. તેમની મહેરબાનીથી જ સ્વાતીને દિલ્હી રાજયસભાના સાંસદ તરીકે પસંદ કરાયા.
પરંતુ છેલ્લા થોડા સમયથી આમ આદમી પાર્ટીના કેજરીવાલ સહિતના નેતાઓ સામે શરાબ કેસ અને ભ્રષ્ટાચાર કેસ સહિતના મામલે મોદી સરકારની ભીંસ વધતી જ ગઇ. આવા સંજોગોમાં દેશના ખ્યાતનામ વકિલ અભિષેક મનુ સિંધવી કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સેવિયર બનીને આવ્યા. તેમણે ઘણી જહેમતથી કેજરીવાલને હંગામી મુકતીનો માર્ગ અપાવ્યો. આ મહેનતના ફળ સ્વરૂપે કેજરીવાલ અભિષેક મનુ સંઘવીને આપની રાજયસભાની બેઠક ઉપરથી સંસદમાં મોકલવા માંગે છે. આ માટે તેમણે સ્વાતી માલીવાલને તેમની બેઠક ખાલી કરવા સંદેશો પહોંચાડયો. તેમને એમ કહેવાયુ હતું કે ભવિષ્યમાં અમે તમને પંજાબમાંથી હરભજનસિંઘની જગ્યાએથી રાજયસભામાં મોકલીશુ. પણ સ્વાતી ભડકી ગયા. તેમને એમ થયુ કે તેમનું રાજકીય પ્રિપેઇડ કાર્ડ પૂરુ થઇ જશે તો ફરી રીચાર્જ થકે કે નહિ એ નકકી નહી.
બસ અહીંથી ખેલ શરૂ થયો. સતાના તુમુલ સંઘર્ષમાં તેમણે ઝૂકાવ્યુ. એક વખતનું અન્ના આંદોલનનું સેવાનું ફુલ હવે અગનશિખા બન્યા છે. પોતાના જ પક્ષના સર્વે સર્વા અરવિંદ કેજરીવાલ સામે. કહેવાય છે કે સ્વાતી કેજરીવાલને મળવા ગયા હતાં. તેમાં આ બેઠક તેઓ ખાલી નહિ કરે એ જ એજન્ડા હતો. પરંતુ દિલ્હીની ગલાઓમાં ના ચમચાઓ દ્વાર પાડવામા આવે છે. આવકાર આપવાનો હોય,ફુલ આપવાના હોય ,મંચ ઉપર ફોટા પાડવાના હોય ત્યારે ખુદ નેતાઓ આવે છે. આથી કેજરીવાલ તેમને મળવા નહોતાં માંગતા. સ્વાતીને તેમના પી.એ.ને હેન્ડલ કરવા કહયુ હતું ત્યારે તેઓ સી.એમ. બંગલામાં હાજર હતાં એવો આક્ષેપ થયો. જે થયુ એ પોલીસ તપાસનો વિષય બનશે. પરંતુ ચોથા તબકકાની ચૂંટણીથી ભાજપ સામે ટ્રબલ બનેલા કેજરીવાલ પોતે જ સ્વાતી માલીવાલના ટંટામાં ફસાઇ ગયા છે.
સ્વાતી પણ અચ્છા ખેલાડી છે. તેમણે પોલીસ સાથે સંતાકુકડી રમે છે. મિડિયા સાથે પણ સંતાકુકડી રમે છે. સેવાની ભૂમિ ઉપર ઉગેલું એક ફુલ હવે રાજકારણની અગનશિખા બન્યુ છે.