ગૌસેવા એજ પ્રભુસેવા ના સૂત્ર સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના કાર્યકરો દ્વારા વેરાવળ ની કામધેનુ ગૌશાળા ખાતે શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ તકે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ના નગર ના સંઘ ચાલક પ્રફુલભાઈ હરિયાણીએ જણાવ્યું હતું કે, ગૌમાતા એટલે ભારતીય સંસ્કૃતિ નો આધાર આપણા સનાતન હિન્દુ શાસ્ત્રમાં ગૌમાતા નું અનેરું સ્થાન છે. ત્યારે ગૌમાતાની સેવા સંરક્ષણ અને સંવર્ધનએ દરેક ભારતીય ની ફરજ સમાન છે.
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા પ્રતિમાસ અલગ અલગ સ્થળે શ્રમદાનનો કાર્યક્રમ રાખવામાં આવે છે જે અંતર્ગત આજે રવિવારે વેરાવળની કામધેનુ ગૌશાળા ખાતે વહેલી સવારે શ્રમદાન યોજેલ જેમાં ગૌશાળા માં સંઘ ના કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, સફાઈ અભિયાન પૂર્ણ કરી ભારત માતા ની સમૂહ પ્રાર્થના કરાઈ હતી. સંઘ દ્વારા કામધેનુ ગૌશાળા ખાતે શ્રમદાન સાથે સાથે ગૌમાતા ને લીલોતરી શાકભાજી નો મનોરથ પણ કરવામાં આવેલ ગૌમાતા ને અલગ અલગ શાકભાજી આરોગાવા માં આવી હતી. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા સંગઠન સાથે સેવાકીય કાર્યો કરી સમાજ માં સફાઈ અભિયાન, શ્રમદાન નો સંદેશ આપવામાં આવ્યો હતો આ તકે સંઘ ના કાર્યકરો દ્વારા કામધેનુ ગૌશાળા ની ગૌમાતા પ્રત્યે ની અનેરી સેવાવૃત્તિ ને પણ બિરદાવી હતી.