વેપારીઓએ પાલીકાને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવા માંગ કરી
વેરાવળમાં ટ્રાફીકથી ધમધમતા એવા પ્રકાશ કોમ્પલેક્ષમાં આવેલ અવધ ચેમ્બર્સના ધારકો દ્વારા બિલ્ડીંગના બીજા માળનો સ્લેબ અતિ જર્જરીત હાલતમાં હોય ગમે ત્યારે મલબો પડવાથી દુર્ઘટના ઘટે તે પહેલાં બિલ્ડીંગના જર્જરીત ભાગને ઉતારી લઈ સુરક્ષિત કરવા આસપાસના વેપારીઓ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી માંગ કરી છે. જેમાં જણાવેલ કે, આ અવધ ચેમ્બરનો જર્જરીત રવેશનો થોડો ભાગ અગાઉ તંત્ર દ્વારા કાર્યવાહી કરી ઉતારેલ હતો. જો કે, હાલ આ બિલ્ડીંગનો બીજા માળનો ઘણો ખરો હિસ્સો જર્જરીત હોય જે ગમે ત્યારે પડવાની શક્યતા છે. હાલ ચોમાસુ દસ્તક દઈ રહ્યુ હોય વરસાદ સમયે કોઈ દુર્ઘટના ના ઘટે માટે સલામતિના ભાગરૂપે કાર્યવાહી કરવા પહેલા માળ અને ગ્રાઉન્ડ ફ્લોરના વેપારીઓએ કરી છે.