ગેસનાં બાટલાથી ચાલતી સ્કુલ વાનો જીવતો બોંબ બને તે પહેલા ચેતવું જરુરી
Share
SHARE
રાજકોટની ગેમજોન જેવી ઘટનાની તંત્ર જાણે રાહ જોઈ રહ્યું છે
રાજકોટનાં ગેમજોન જેવા જોખમો રોજીંદા આસપાસ ફરી રહ્યા છે.પરંતુ જવાબદાર તંત્ર કાંડ સર્જાય તેની જાણે રાહ જોતુ હોય તેમ સમયોચિત પગલા ભરતુ નથી.
રાજકોટનાં ગેમજોન અગ્નિકાંડ બાદ હાલ સોશિયલ મીડીયામાં ગેસનાં બાટલા પર બેઠેલા ભુલાકાઓ સાથેની સ્કુલ વાનની તસ્વીર ફરી રહીછે.અને ગેમજોન જેવું યંત્ર હોવાનું જણાવી સંભવિત જોખમ સામે અંગુલી નિર્દેશ કરાઇ રહ્યો છે.જે તંત્ર માટે અને વાલીઓ માટે ચેતવણી રુપ છે.માત્ર ગોંડલ જ નહી ગુજરાત ભરમાં સ્કુલમાં જવા આવવા માટે ગેસથી ચાલતી મારુતિવેનમાં રોજીંદા નાના ભુલકાઓ સહિત બાળકોની હેરાફેરી કરાતી હોય છે.ખરેખર આ ગેરકાયદેસર છે.તંત્રની મહેરબાનીથી વર્ષોથી આ બધું ચાલી રહ્યું છે.સ્કુલ વેનમાં અમાનવીય રીતે ઠાંસીઠાંસીને બાળકોને બેસાડતા હોય છે.ટ્રાફિક નિયમોનું આ સરાજાહેર ઉલંઘન હોવા છતા પોલીસનાં ખિસ્સા ગરમ રહેતાં હોવાથી ક્યારેય કોઈ રોકટોક કરાતી નથી.
સીએનજી કે એલપીજી ગેસનાં બાટલા પરની ભુલાકાઓની સવારી ક્યાંરે મોતની સવારી બને એ નક્કી નથી હેતુ.કોઈ દુર્ઘટના અગાઉ જાણ કરીને નથી સર્જાતી.પરંતુ એ પ્રત્યે બેદરકાર રહેવું એ પણ મોટા ગુન્હાથી વિષેશ નથીજ.
રાજકોટની ગેમજોનની હદય દ્રાવક ઘટનાની રાહ જોયા વગર ઠેરઠેર દોડતી આવી જોખમી સ્કુલ વાન સામે ગંભીરતા દાખવે તે અત્યંત જરુરી છે.