હાલ ફળોના રાજા એવી કેસર કેરીની સીઝન ચાલી રહી છે અને લોકો મધમીઠી કેસર કેરીનો સ્વાદ માણી રહ્યા છે ત્યારે ગાયમાતાને પણ કેસર કેરી ખવડાવી એક અનેરો અને દિવ્ય આનંદ મેળવવાનો મનોરથ વેરાવળ સ્થિત કામધેનુ ગૌશાળા ખાતે દાતાઓના સહયોગથી સંપન્ન કરવામાં આવ્યો હતો.વેરાવળના યુવા વેપારી રાજભાઈ રાજપોપટ દ્વારા તેમજ વૈશાલીબેન રાજભાઈ કુબાવત પરિવાર દ્વારા વેરાવળ સ્થિત કામધેનું ગૌશાળા ની ગાય માતાઓને કેસર કેરી અને લીલા ઘાસચારા નો આજે રવિવારે મનોરથ કરવામાં આવ્યો હતો વહેલી સવારે ગૌશાળા ખાતે કાર્યકરો તેમજ દાતાઓ દ્વારા કેસર કેરી અને લીલો ઘાસચાળાનું કટીંગ કરી ગાય માતાને હોશે હોશે ખવડાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી હોય ત્યારે ગાય માતાને ગોળ અને વરિયાળી નું શરબત પણ પીવડાવવામાં આવ્યું હતું. ગૌસેવા એ જ પ્રભુ સેવાના સૂત્ર સાથે કાર્ય કરતી વેરાવળ ની કામધેનુ ગૌશાળામાં દાતાઓ અને યુવા કાર્યકરો ઉપરાંત નાના ભૂલકાઓ અને વયો વૃદ્ધ લોકો પણ ગાય માતાની સેવામાં જોડાઈ અને ધન્યતા પ્રાપ્ત કરે છે.