૧, મંત્રીએ પોતાના ઘર પાસે મોલ હોવાથી તેમના અહમને સંતોષવા અગાઉ પણ મોલ બંધ કરાવવા પ્રયાસો કર્યા હતાં
ર, તમામ એજન્સીઓએ જવાબદારી પૂર્વક એન.ઓ.સી આપ્યા છે તેના દસ્તાવેજો છે
3, હાઇકોર્ટે પણ આ મામલે યોગ્ય કોમ્પલાયન્સ તપાસ્યા બાદ બેનને દાદ આપી નહોતી
૪,તમામ કોમ્પલાયન્સ સાથે ચાલતાં ક્રિસ્ટલ મોલના પ્રમોટરો બદનક્ષી સહિતની કાનુની લડત આપશે
પ, પૂર્વ મંત્રીના તમામ મનઘડંત આક્ષેપોનો રદિયો આપતાં ક્રિસ્ટલ મોલના પ્રમોટરો
તાજેતરમાં રાજકોટમાં ટી.આર.પી. આગકાંડ બન્યો છે તેની આડમાં જામનગરમાં ભાજપના પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ પોતાના ઘર નજીકના ક્રિસ્ટલ મોલને ફરી એક વખત નિશાન બનાવી પોતાનો અંગત અહમ સંતોષવા કાર્યરત થયા છે. આ અંગ્ ક્રિસ્ટલ મોલના પ્રમોટરો એ જણાવ્યુ છે કે વસુબેન ત્રિવેદીથી જામનગર પરિચિત છે. વસુબેન હાલમાં જે રાજકોટની ઘટના બની છે તેની આડ નીચે પોતાના અંગત રાગદ્વેષને સંતોષવા માંગે છે. વાસ્તવમાં જયારે ક્રિસ્ટલ મોલ બન્યો ત્યારે પણ આ બહેનને તેમના ઘર પાસે મોલ ન બને તેવી માનસિકતા હતી. તેઓ પાવરમાં હોવાથી વિવિધ અધિકારીઓ દ્વારા હવનમાં હાડકાં નાંખવા કોશિષ કરતાં હતા. પરંતુ ક્રિસ્ટલ મોલના પ્રમોટરોએ તમામ પ્રકારની સરકારી એજન્સીઓના એન.ઓ.સી. મેળવી ક્રિસ્ટલ મોલનો પ્રારંભ કર્યો હતો.
જેમાં જામનગર મહાનગર પાલિકાના પ્રવર્તમાન GDCR મુજબ બાંધકામ મંજુરી આપવામાં આવી છે.તેજ ફાયર વગેરે NOC નિયમ મુજબ આપવામાં આવેલ છે.આ ઉપરાંત મુંબઇ સિનેમા રૂલ્સ તથા તેને લગતા ડઝનેશ ડિપાર્ટમેનન આર.એન્ડ બી. ફાયર વગેરે એન.ઓ.સી કલેકટર કચેરી દ્વારા આપવામં આવેલ છે. આવતી તમામ ઓથોરિટીના કોમ્પલાયન્સનો સમાવેશ થાય છે. ક્રિસ્ટલ મોલ દેશમાં અનેક શહેરોમાં રાષ્ટ્રિય કક્ષાની અતિઆધુનિક પ્રોપર્ટી ડેવલપ કરવાનું અને તેને ઓપરેટ કરવાનો અનુભવ ધરાવે છે. ક્રિસ્ટલ ગ્રુપના એક પણ પ્રિમાઇસીસમાં લોકોની સલામતિ અને સવલતો અંગે સમાધાન કરવામાં આવતું નથી. જામનગરના ક્રસ્ટલ મોલમાં હાઇકોર્ટમાં પણ મામલો ગયો હતો. હાઇકોર્ટ સમક્ષ પણ ક્રિસ્ટલ મોલ અને સબંધિત તમામ સરકારી એજન્સીઓએ તેમના કોમ્પલાયન્સ મુકયા હતાં. બેનના આક્ષેપો હાઇકોર્ટમાં પણ ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી. આઇનોકસ,પીવીઆર અને રિલાયન્સ જેવી કોર્પોરેટ કંપનીઓ કોઇ પણ જગ્યાએ જોડાય ત્યારે સૌ પ્રથમ તેમની લીગલ ટીમ પ્રોપર્ટીની લીગાલીટી,સુરક્ષા,સરકારી એજન્સીઓના તમામ એપ્રુવલ અને પ્રમોટોરની ગુડવીલ જોઇને જ જોડાતાં હોય છે.
વસુબેન જે તે સમયે સતામાં હતાં ત્યારે પોતાના અહમને સંતોષી શકયા નથી. આથી ટીઆરપી આગકાંડને પગલે તેઓ પુન: સક્રિય થયા છે. અને કેટલાક પાયાવિહિન મુદાઓ ઉભા કરી મિડિયાને ગેરમાર્ગે દોરી રહયા છે. વસુબેનના આક્ષેપ પણ માત્ર ક્રિસ્ટલ મોલ પૂરતાં જ છે. જો તેમને જામનગરમાં ચાલતાં અન્ય મોલ કે ગેરકાયદે બાંધકામ અંગે સવાલ ઉઠાવતાં નથી. આથી તેમની સામાજીક અને રાજકિય સેવા પણ શંકા પ્રેરિત છે. કોઇને આ ઝુંબેશથી ફાયદો કરાવી આપવાની પણ શંકા જાગે છે.
વસુબેને કેટલાંક સવાલથી મિડિયાને ગુમરાહ કરવાની કોશિષ કરી છે તેની સ્પષ્ટતા જરૂરી લાગે છે. સૌ પ્રથમ તો મોલની જગ્યા બીન ખેતી કોમર્શિયલ છે. જિલ્લા કલેકટર તંત્રના તમામ એપ્રુવલ બાદ જ અન્ય સરકારી ખાતાઓની મંજુરી મળે એ સામાન્ય લોકો પણ સમજી શકે છે. સમગ્ર જામનગરમાં સૌથી મોટા રોડ ઉપર મોલ કોમર્શિયલ પ્લોટ ઉપર બન્યો છે. મોલના માર્જીનમાં બહારની બાજુ લોખંડની સીડીનો મુદો ઉઠાવાયો છે. તે કાલ્પનિક છે. ફાયર સ્ટાફને આગના સમયે પ્રોપર્ટીમાં બહારથી પ્રવેશવા માટે મજબુત સીડીની જરૂર પડે. જે મોલના માર્જીનમાં આપીને ભવિષ્યની તકેદારી રાખવામાં આવી છે. આ મુદો મનઘડત છે.એ જ રીતે પાર્કીંગના મુદે પણ મિડિયાને ગુમરાહ કરવામાં આવ્યુ છે. વાસ્તવમાં મોલમાં ૧રપ કારનું સેલર પાર્કીંગ છે. મોલ છેલ્લા ૧ર વર્ષથી ચાલે છે. વખતો વખત ફાયર સહિતની જુદી જુદી એજન્સીઓના એન.ઓ.સી. મેળવવામાં આવે છે. જરૂરી ચેકીંગ વગેરે થતાં રહે છે. એથી જ આજ સુધી કોઇ ક્રિસ્ટલ મોલની ફરિયાદ આવી નથી. ભવિષ્યમા પણ અમો આ જ તકેદારી જાળવી રાખવા કટીબધ્ધ છીએ.
આ જ રીતે ટ્રાન્સફોર્મરનો મુદો ઉઠાવવામાં આવ્યો છે. જે ટ્રાન્સફોર્મર અદ્યતન ડ્રાય ફયુઅલનું છે તે આગ ન લાગે તેવુ ડ્રાય છે. સામાન્ય રીતે વીજ કંપનીના ટ્રાન્સફોર્મર પણ ડિઝલ વગેરે ફયુઅલથી ચાલતાં હોય છે. આમ અહીં પણ ક્રિસ્ટલ મોલ સુરક્ષાની બાબતમાં એક કદમ આગળ છે.
ક્રિસ્ટલ મોલમાં જુદા જુદા એકમો દ્વારા પ૦૦થી વધુ એકમોને રોજી રોટી મળે છે. શહેરની લાઇફસ્ટાઇલ અને વિકાસમાં પ્રમોટરોનું યોગદાન છે. પ૦૦ પરિવારોનું ગુજરાત ચાલે છે. પરંતુ વસુબેન માત્ર તેમના નીજી સ્વાર્થ માટે રાજકોટની ઘટનાને ઢાલ તરીકે ઉપયોગ કરી કાલ્પનિક રીતે તેમના અંગત અહમ અને હિતને સર કરવા મિડિયાને ગેરમાર્ગે દોરી રહયા છે.વસુબેનના સતાકાળમાં જામનગર મનપામાં તેમના સતાના અતિરેક વગેરેની બાબતો વિવાદીત બની હતી. સ્થાનિક વ્યાપક ફરિયાદોને કારણે જ સતાના મુખ્ય પ્રવાહમાંથી હાંસિયામાં ધકેલાઇ ગયા છે. તે બધી બાબતોથી જમનગરની જનતા અને મિડિયા વિદિત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં રોજગારીની નવી નવી તકો શોધવા માટે વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપી રહયા છે. ત્યારે આ પ્રકારે શહેરના વિકાસમાં યોગદાન આપતાં વેપાર ઉદ્યોગના સ્થળને અંગત સ્વાર્થ માટે ટાર્ગેટ કરવાની હરકતો સામે ક્રિસ્ટલ મોલના પ્રમોટરો સત્ય બહાર લાવવા પ્રયત્નશીલ છે.વસુબેને આક્ષેપ કરેલા મુદાઓના દસ્તાવેજી પુરાવાઓ સાથે મિડિયા સમક્ષ સિકકાની બીજી બાજુ પણ રજૂ કરશે. આ મામલે નજીકના ભવિષ્યમાં જ પ્રમોટરો જરૂર પડયે બદનક્ષીના દાવા સહિતની લીગલ કાર્યવાહિ કરવા પણ તજવીજ કરી રહયા છે.