મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબ તથા યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૨૧ જૂનના રોજ શનાળા રોડ ખાતે આવેલ ઓમશાંતિ વિદ્યાલયમાં સવારના ૭:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો આ કાર્યક્રમમાં જોડાવા મોરબીવાસીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
મોરબી સહિત સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબ તેમજ યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે તા. ૨૧-૬-૨૦૨૪ ના રોજ સવારના ૭:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ સરદાર બાગ સામે આવેલ ઓમશાંતિ વિદ્યાલય ખાતે સ્કૂલના બાળકો તથા ઈન્ડીયન લાયન્સના સભ્યો અને યોગ આરાધના ઈન્સટીટયુટના સભ્યો દ્વારા સંયુકત રીતે યોગનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબ તથા યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ યોગ કાર્યક્રમમાં પધારવા મોરબીની જાહેર જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વધુમાં આ યોગ કાર્યક્રમમાં ઈન્ડીયન લાયન્સ કલબ તથા યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટના ટીચરો દ્વારા યોગ કરાવવામાં આવશે, યોગ કરવા આવનાર દરેક યોગ પાથરણું સાથે લઈને આવવાનું રહેશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.