મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના જજ અને ચેરમેન ડી એ પારેખ જેલ અધ્યક્ષક ડીએમ ગોહેલ જેલર પીએમ ચાવડા, અતુલભાઇ હાલપરા સહિત સુબેદાર વિનોદ ચાવડા અને હાજરી માસ્તર જલાભાઇ રજીયા સહિતનાઓના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ મોરબી સબ જેલ ખાતે પર્યાવરણનું જતન કરી વૃક્ષ વાવી વરસાદ લાવીના સૂત્રોચ્ચાર સાથે વિવિધ વૃક્ષોની વાવણી સબ જેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર જેલ સ્ટાફ સારી એવી જેહમત ઉઠાવી હતી વૃક્ષારોપણ કાર્યક્રમ ના વિશેષ મહેમાન તરીકે કાનૂની સેવા સત્તા મંડળ જજ સાહેબ હાજર રહ્યા હતા.