દીકરીઓ માટેની 2015માં શરૂ થયેલ દીકરીઓ માટેની આ યોજનામાં વર્તમાન સરકાર દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે
દરેક માતા પિતા પોતાની દીકરી માટે હંમેશા ચિંતિત હોય છે તેના ભવિષ્ય માટે અનેક સપના જોતા મા બાપ દીકરી નાની હોય ત્યારથી જ કંઈ ને કંઈ આયોજન કરતા હોય છે. આ આયોજનમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પણ ઉપયોગી છે. જો આપે આપની દીકરીનું એકાઉન્ટ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખોલાવેલ છે તો આ મહત્વના સમાચાર જાણવા જરૂરી છે કે કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે
દીકરીઓ માટે મહત્વની આ યોજનાનો પ્રારંભ 2015માં થયો હતો જેમાં ખાતું ખોલાવીને દીકરી માટે આર્થિક ભંડોળ ઊભું કરીને માટે પિતા નિશ્ચિંત થઈ શકે છે.
આ યોજનામાં જે ફેરફાર થયા છે તે બાબત
નિર્મલા સિતારામને નવા નિયયો વિશે જાણકારી આપી હતી.જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જેવી સ્કીમ પોસ્ટમાં શરુ કરાવતી વખતે પાનકાર્ડ અથવા ફોર્મ 60 જમા કરવું પડશે. જો તમે તે વખતે પાન કાર્ડ જમા નથી કરાવી શકતા તો સ્પેશિયલ કેસમાં 2 મહિનાની અંદર જમા કરાવી લેવાનું રહેશે.આ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતુ ખોલાવાની તારીખથી 6 મહિનાની અંદર તમારે આધારકાર્ડ જમા કરાવવાનું રહેશે.પહેલા આ યોજનામાં આધાર કાર્ડ વગર ખાતુ ખોલાવી શકાતુ હતુ. જે હવે તેમા ફેરફાર કરવામાં આવ્યો છે.
નાણાકીય વર્ષ 2025ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે તમામ નાની બચત યોજનાઓ પરના વ્યાજને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગયા ક્વાર્ટરની જેમ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ PPF, SCSS અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ , સુકન્યા સમૃદ્ધિ યોજના , મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક બચત યોજના અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દર બાબતે કેન્દ્ર સરકાર દર ત્રણ મહીને નિર્ણય લે છે. નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ 1 જુલાઈ, 2024 થી શરૂ થઈને 30 સપ્ટેમ્બર, 2024 સુધી ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો યથાવત રહેશે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ માટે વ્યાજ દર વાર્ષિક 4% પર યથાવત છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર 8.2%, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટનો વ્યાજ દર આગામી ક્વાર્ટર માટે 8.2% રહેશે.એક વર્ષના ટાઈમ ડિપોઝિટ પર 6.9%, બે વર્ષના ટાઈમ ડિપોઝિટ પર 7.0%, ત્રણ વર્ષના ટાઈમ ડિપોઝિટ પર 7.1% અને પાંચ વર્ષના ટાઈમ ડિપોઝિટ પર 7.5% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય રિકરિંગ ડિપોઝિટ પર 6.7% વ્યાજ, માસિક આવક યોજના હેઠળ 7.4% વ્યાજ, NSC હેઠળ 7.7% વ્યાજ અને કિસાન વિકાસ પત્ર હેઠળ 7.5% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.